મોરબીમાં મચ્છુ-2 ડેમ 100% છલકાયો, મેઘરાજાએ સુરેન્દ્રનગર જિલ્લાને ઘમરોળ્યું, 4 કલાકમાં 187 તાલુકામાં મેઘમહેર,

By: Nation Gujarat Team
01 Aug, 2026

Gujarat weather Updates : ગઈકાલે ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે અમદાવાદના પાડોશી જિલ્લા સુરેન્દ્રનગરમાં મેઘરાજાની કૃપા વરસી રહી છે. સવારથી અત્યાર સુધીમાં ચાર કલાકના ગાળામાં અનેક તાલુકામાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે લખતરમાં તો બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે અમદાવાદમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ગઇકાલથી મનમૂકીને વરસી રહ્યા છે.


Related Posts

Load more