GUJARAT – હર્ષ સંઘવીને પ્રમોશન, અલ્પેશ ઠાકોર, હાર્દીક પટેલ અને જયેશ રાદડીયા ને જોવી પડશે રાહ

By: nationgujarat
17 Oct, 2025

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મંત્રી મંડોળોની કોઠી ફરી રહી હતી. ભાજપના કાર્યકર્તાઓથી લઇ વિવિધ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા લોકોને કણ મંત્રી બનશે કયુ મંત્રી પદ મળશે તે જાણવા ઉત્સુકતા હતી અને બે દિવસથી સતત ટીવી મીડિયામાં પણ આ જ ખબરોને લઇ પળે પળની માહિતી રજૂ થતી  હતી જેમા ઘણી અટકોળ રાજકીય પંડિતોએ લગાવી કે સૌ કોઇએ પોત પોતાના વિચાર મંથન પ્રમાણે મંત્રીના નામની શકયતા વ્યકત કરી અને આજે ફાઇનલ થયુ છે કે કોણ બન્ય મંત્રી

ગુજરાતના 26 સભ્યના મંત્રીમંડળ માટે કુલ 21 મંત્રીએ શપથ લઈ લીધા છે. આ પૈકી ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા નથી. તેનું કારણ એ છે કે, તેમનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી હતું.

સૌથી વધુ આશા હર્ષ સંઘવી, અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડીયા તેમજ સ્ટાર પ્રવકતા એવા મહેશ કસવાલાના નામની જાહેરાત થાય છે કે કેમ અને તેમને જો મંત્રી બનાવે તો કયુ પદ આપશે તે જાણવા ઘણા લોકોએ ઉત્સુકતા દર્શાવી હતી . હર્ષ સંધવીને  પ્રમોશન મળે તે સમાચાર મજબૂતાઇ થી ચાલતા હતા અને તેનાા પર આજે મહોર વાગી ગઇ પરંતુ જે નામ અલ્પેશ ઠાકોર,જયેશ રાદડીયા મહેશ કલવાલા અને હાર્દીક પટેલના નામની સંભાવના મીડિયામાં ખૂબ ચગી હતી અને અલ્પેશ ઠાકોરના લાલ-લીલી પેનથી સહી કરવાના સ્વપ્ન જાણે પુરા થઇ જશે તેમ સમાચારોમા ચાલતુ હતુ એટલન નહી જયેશ રાદડીયાને પણ સરકારમાં મહત્વનું પદ મળશે તેવી સંભાવના હતી જો કે તેમને સ્થાન ન મળતા હવે રાજકીય પંડિતો અટકળો કરી રહ્યા છે કે જયેશ રાદડીયાને પાર્ટીએ કદ પ્રમાણે વેતરી દીધા છે તેમને ફરી મંત્રી પદમા સ્થાન ન મળતા તેઓને હાસ્યમા ઘકેલ્યા છે તેનુ એક કારણ રાજકીય પંડિતો માને છે કે જયેશ રાદડીયા સહકાર ક્ષેત્રે જે દબદબો રાખે છે અને પાર્ટીના કહ્યામા રહે નહી તેનો ડર પર હાઇકમાન્ડ છે જેના કારણે તેમને મંત્રી પદથી દુર રાખવામાં આવ્યા છે તો બીજી બાજુ તેવી પણ વાતો થઇ રહી છે કે તેમને સંગઠનમા મહત્વનુ પદ આપી શકે હવે જયેશ રાદડીયાને સંગઠનમા જવાબદારી કેવી મળે છે તેની ચર્ચાઓ કાર્યકર્તાઓ કરી રહ્યા છે. સુરતના વતની હર્ષ સંઘવીને મોટી બઢતી મળી છે. તેમને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રીથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. છેલ્લા ચાર વર્ષથી રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી નથી.

અમરેલીથી મહેશ કસવાલાનુ નામ પણ ચર્ચામા જોરશોરથી ચાલતુ હતુ કારણ કે તેઓ બોલવામાં માહિર છે અને તેમની કામગીરી પણ તેમના વિસ્તારમાં સંતોષજનક છે પાર્ટીમા ઘણા સમયથી સારુ કામ કરી રહ્યા છે જેથી પાર્ટી તેમને આ વખતે મંત્રી બનાવી શકે છે પરંતુ તેમના નામની પણ આજે જાહેરાત થઇ નથી જેથી હજુ તેમને મંત્રી તરીકે રાહ જોવી પડી શકે છે એટલે કે હવે વારો 2027મા આવી શકે છે જો ઘારાસભ્ય તરીકે ફરી ટીકિટ મળે અને જીતીને આવે તો.

રિવાબા જાડેજાને સ્ટાર ફેસને કારણે અને યંગ મહિલા નેતાને કારણે મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે રાજકીય પંડિતો માને છે કે જો રિવાબા સારુ કામ કરશે તો તેમને કેન્દ્રમા પણ મોકલવામાં આવી શકે છે.

કાંતિ અમૃતિયાને ગોપાલ ઇટાલીયાનો વિવાદ કામ લાગી ગયો આ બીજી વખત થયુ છે કે કાંતિ અમંતિયાને લોટરી લાગી હોય મોરબીમાં જે રીતે નદીમા પડીને ચૂંટણી સમયે કામગીરી કરી તેમા ટીકિટ મળી તો ગોપાલ ઇટાલિયાના વિવાદ પછી હવે મંત્રી પદ મળ્યુ છે  જો કે હવે તેઓ મંત્રી તરીકે કેવુ કામકાજ કરે છે તેના પર નજર રહેશે અને 2027ની વિઘાનસભામા એક નવા ચહેરાને પાર્ટી ઉભા રાખશે તે વાત નક્કી છે એટલે કે આ તેમની છેલ્લી તક હોઇ શકે છે.

ગુજરાતનાં નવા મંત્રીઓ

મુખ્યમંત્રી 

ભૂપેન્દ્ર પટેલ

નાયબ મુખ્યમંત્રી

હર્ષ સંઘવી

કેબિનેટ મંત્રીઓ

જીતુ વાઘાણી

નરેશ પટેલ

અર્જુન મોઢવાડિયા

ડૉ. પ્રદ્યુમ્ન વાજા

રમણ સોલંકી

રાજ્ય કક્ષાના મંત્રી ( સ્વતંત્ર હવાલો )

ઈશ્વરસિંહ પટેલ

પ્રફુલ પાનસેરિયા

મનીષા વકીલ

રાજ્ય કક્ષાના મંત્રી

કાંતિલાલ અમૃતિયા

રમેશ કટારા

દર્શના વાઘેલા

કૌશિક વેકરિયા

પ્રવીણ માળી

જયરામ ગામિત

ત્રિકમ છાંગા

કમલેશ પટેલ

સંજયસિંહ મહિડા

પી. સી. બરંડા

સ્વરૂપજી ઠાકોર

રિવાબા જાડેજા

 


Related Posts

Load more