GSTની મીટિંગમાં મિડલ ક્લાસને ઝટકો, ઈન્શ્યોરન્સ પ્રીમિયમમાં નહીં મળે રાહત

By: nationgujarat
21 Dec, 2024

GST Council Meeting: GST કાઉન્સિલની મીટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંત્રીઓએ હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર GST ઘટાડવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હાલ GST કાઉન્સિલની આગામી બેઠક સુધી તેને મોકૂફ રાખવામાં આવી છે. જેથી હજુ પણ લોકોએ જૂના ટેક્સ રેટ મુજબ તેમના ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ચૂકવવું પડશે.

પ્રીમિયમ ઘટાડવાના નિર્ણયને મુલતવી રાખવાનું આપ્યું કારણ 

GST કાઉન્સિલની 55મી મીટીંગમાં હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર પ્રીમિયમ ઘટાડવાના નિર્ણયને મુલતવી રાખવાનું કારણ આપવામાં આવ્યું હતું કે આ અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે. તેમજ તેના અહેવાલને વધુ વ્યાપક બનાવવા માટે વધારાની માહિતી રજૂ કરવા જણાવ્યું છે.


Related Posts

Load more