મધ્ય પુર્વના દેશોમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિએ વિશ્વના દેશોને પ્રભાવિત કર્યુ છે. હવે તો નોબત એ આવી છે કે કે વાહનનો વપરાશ પણ સંયમ થી કરવો પડશે. વડાપ્રધાન મોદીએ પણ દેશવાસીઓને અપીલ કરી છે કે વાહન ચાલકોનો બીનજરૂરી વપરાશ કરવો ટાવળો, ઇલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવો. તેમજ ઓફિસમાં શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ આપવા અને શેરીંગ કરી ઓફિસ જવા-આવવા અપિલ કરી છે. પેટ્રોલ-ડિઝલની માંગ વધતા અને ક્રુડ ઓઇલના ભાવ વઘારાને કારણે તાજેતરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા છે અને પેટ્રોલ પંપ માલિકો પાસેથી મળતી માહિતી એવી છે કે હજુ 30 રૂપિયા સુધીનો ભાવ વધારો થઇ શકે છે. આ ભાવ વધારો દર મહિને થોડા થોડા રૂપિયામા વધશે તેવી તેમને માહિતી આપી છે ત્યારે વધતા ભાવ વધારાને કારણે લોકોને પબ્લીક ટ્રાન્સપોર્ટમાં વધુ મુસાફરી કરે તે માટે સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે.
સરકારે બસ ટ્રાન્સપોર્ટમાં લોકોને રાહત આપી છે, GSRTC ના મુસાફરો ને હવે નવા હાઇવે રૂટનો લાભ મળશે. વિભાગ દ્વારા ભાડાના દરમાં ઘટાડો કર્યો છે. રાજ્યમાં બનેલા નવા એક્સપ્રેસ હાઇવે રૂટના એસટી ભાડામાં સરકારે નોંઘપાત્ર ઘટાડો કર્યો છે. આ નવા રૂટનો સિધો લાભ દૈનિક મુસાફરી કરી રહ્યા લાખો મુસાફરોને મળશે. અમદાવાદ થી ભાવનગર જતા મુસાફરોને ભાડામાં 14 રૂપિયા ઘડાડો કર્યો છે. અમદાવાદથી સુરત માટે 61 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ભાવનગર માટે જૂનુ ભાડુ અમદાવાદથી 351 હતુ તે ઘટાડા પછી હવે 337 થયુ છે. અમદાવાદથી સુરત નું જુનુ ભાડું 748 નું હતું તે ઘટીને હવે 687 રૂપિયા થયું છે. GSRTC ના આ નિર્ણયથી લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓમાં ભારે આનંદની લાગણી છવાઇ છે. નવા રોડ ઇન્ફ્રાસ્ટ્રકચરના કારણે અંતર અને સમય ઘટતી જતા નિગમ દ્વારા ઘટાડા અંગેનો મહત્વનો નિર્ણય થયો છે. જેનો આગામી દિવસમાં મુસાફરોમાં સીધો ફાયદો મળી શકશે.