GPSC Exam : ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગના પ્રમુખ દ્વારા પરીક્ષામાં મોટા ફેરફારો કર્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગમાં હસમુખ પટેલની નિમણૂકના થોડા જ દિવસમાં GPSCની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.
જીપીએસસી દ્વારા પહેલી વાર હવે પરીક્ષા આપનાર ઉમેદવારો પાસે સંમતિ પત્રક લેવામાં આવશે તો બીજી બાજુ ડિસેમ્બર-જાન્યુઆરી 2024-25ની લેવાની થતી કુલ 11 ભરતી પૈકી 8 ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો હોવાથી ભાગ 1નું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે.
ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે સરકારના સમય અને નાણાં ન વેડફાય એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંમતિપંત્રકમાં સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાતપણે પરીક્ષા આપવી પડશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે.
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જ સંમતિપત્રક ભરી શકશે. ફોર્મ ભરાય છે, પરંતુ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષામાં જ સંમતિપત્ર લેવાશે. જોકે, ઉમેદવારો પાસેથી સંમતિ પત્રક નિમિત્તે સંસ્થા કોઈપણ પ્રકારની ફી નહીં લે.
ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન બન્યા બાદ હસમુખ પટેલે કેટલાક ફેરફારો કર્યા છે ત્યારે ડિસેમ્બર-જાન્યુઆરી 2024-25ની લેવાની થતી કુલ 11 ભરતી પૈકી 8 ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ એકસરખો હોવાથી ભાગ 1નું આઠ પરીક્ષાઓના એક જ પ્રશ્નપત્ર તૈયાર કરાશે.
GPSCની જાહેરાત અનુસાર GPSCની અગાઉની ભરતી પદ્ધતિમાં ભાગ 1 અને ભાગ 2 મળીને કુલ 300 ગુણના પ્રશ્નપત્રની સંયુક્ત પરીક્ષા લેવાતી હતી. જ્યારે હવે GPSC સુધારણાના મૂડમાં છે, ત્યારે ભાગ 1-2 માટે એક જ પ્રશ્નપત્ર તૈયાર કરી પરીક્ષા લેવામાં આવે તો, ભાગ 1ના કુલ 11 પ્રશ્નપત્રો તૈયાર કરવા પડે.
આ ઉપરાંત તેની આન્સર કી તૈયાર કરવામાં અને મૂલ્યાંકન કરવામાં ઘણો સમય જતો હતો. જેથી ભરતી પ્રક્રિયામાં વિલંબ થવાની સંભાવના રહેતી હતી. જેમાં નિરાકરણ લાવવા માટે આયોગ દ્વારા ભાગ 1 અને ભાગ 2 બંને પ્રશ્નપત્રો અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.