ઈન્ડિગોની 5 ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ: લાખો મુસાફરોની રઝળપાટ બાદ આખરે સરકાર જાગી

By: nationgujarat
09 Dec, 2025

IndiGo Crisis:  ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો છેલ્લા કેટલાક દિવસથી સંકટમાં ફસાઈ છે. જેના કારણે દરરોજ સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી રહી છે. ભારતના તમામ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં મુસાફરોએ રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે આખરે ઈન્ડિગો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

ઈન્ડિગોની 5 ટકા ફ્લાઈટ્સ પર કાપ 

DGCAએ ઈન્ડિગો એરલાઈનની પાંચ ટકા ફ્લાઈટ્સ પર કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. ઈન્ડિગો હાલ દેશભરમાં એક દિવસમાં 2200 ફ્લાઈટ્સ ચલાવે છે. હવે તેમાં 110નો ઘટાડો કરાશે. સૂત્રો અનુસાર કઈ ફ્લાઈટ્સ ઓછી કરવામાં આવશે તેની યાદી હજુ તૈયાર કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર ઈન્ડિગોની જે ફ્લાઈટ્સ પર કાપ મૂકાશે તે સ્લોટ હવે અન્ય એરલાઇન કંપનીને આપવામાં આવશે.


Related Posts

Load more