શું ગોપાલ ઇટાલિયાનો માતાનાં નામે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ? કથિત ઓડિયો વાયરલ

By: Nation Gujarat Team
08 Apr, 2026

અમદાવાદ (Ahmedabad): આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ગોપાલ ઈટાલિયા (Gopal Italia) એ તેમની માતાને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી હોવાના જે આક્ષેપો કર્યા હતા, તેમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. વાયરલ વિડિયો  ગોપાલ ઈટાલિયાના આખા ‘ડ્રામા’ પાછળના પૂર્વ આયોજન તરફ ઈશારો કરે છે.

શું છે Gopal Italia ના ઓડિયો ક્લિપમાં?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ગોપાલ ઈટાલિયા એક અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે. આ વાતચીત મહેસાણા કોર્ટ (Mehsana Court) દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટ (Arrest Warrant) ને લગતી છે. ઓડિયોમાં સંભળાય છે કે ગોપાલ ઈટાલિયાને વોરંટ વિશે અગાઉથી જ જાણકારી હતી. આ વાતચીત પરથી સ્પષ્ટ જણાય છે કે તેમણે પોલીસની મુલાકાતને કેવી રીતે રાજકીય રંગ આપવો તેનું ‘પૂર્વ પ્લાનિંગ’ કર્યું હતું. સાથે જ અજાણી વ્યક્તિ તેમને કહીં રહી છે કે પોલીસ ઘરે આવશે ત્યારે ગોપાલ ઈટાલિયાએ પોતાની માતાને આગળ કરી દેવાની વાત કરી હોવાનો સ્પષ્ટ ઓડિયોમાં સંભળાય છે.

રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ?

થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાએ વીડિયો જાહેર કરીને આરોપ લગાવ્યો હતો કે પોલીસે તેમના ઘરે જઈ તેમની વૃદ્ધ માતાને હેરાન કર્યા છે. જોકે, આ વાયરલ ઓડિયો બાદ હવે ચિત્ર બદલાયું છે. વિરોધીઓ આક્ષેપ કરી રહ્યા છે કે વોરંટની ખબર હોવા છતાં, સહાનુભૂતિ મેળવવા માટે તેમણે માતાના નામનો ઉપયોગ કર્યો અને પોલીસની કાયદેસરની કામગીરીને ‘હેરાનગતિ’ તરીકે ખપાવી.

આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પોતે વકીલ હોવા છતાં કાયદાકીય પ્રક્રિયાને રાજકીય મુદ્દો બનાવી જનતાને ગુમરાહ કરવાના ઈટાલિયાના પ્રયાસો સામે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ ખરેખર રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો એક ખેલ હતો? આ ખુલાસા બાદ આમ આદમી પાર્ટી બચાવની સ્થિતિમાં આવી ગઈ છે.


Related Posts

Load more