આપના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં હાજર કરાયા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. 41 દિવસ પછી સરેન્ડર કરવામાં આવ્યું.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. ધારાસભ્યને કોઈ તકલીફ ન પડે તેવા સૂચન સાથે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. ડેડીયાપાડામાં વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં આત્મસમર્પણ કર્યું હતું. એક મહિના બાદ ચૈતર વસાવાએ આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જો કે કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે.
ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહિના અને દસ દિવસ ફરાર રહ્યા બાદ આજે પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ હતું. ત્યારે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ સ્ફોટક નિવેદન આપ્યું છે કે, ચૈતર વસાવા અત્યાર સુધી ઘરે જ હતા.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાના સરેન્ડર બાદ વકીલ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરી હતી. જેમા અનેક સ્ફોટક નિવેદનો કર્યા છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, વિધાનસભાની ચૂંટણીમાં ડેડીયાપાડાની જનતાએ ચૈતર વસાવાને એક લાખથી વધુ મત આપીને તાકાત બતાવી દીધી છે. ત્યારે આજે ચૈતર વસાવાને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી. ચૈતરભાઇ તો લોક નેતા છે.
મીડિયાએ જ્યારે ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યો કે, ચૈતરભાઇ એક મહિના અને દસ દિવસથી ક્યાં હતા? જેના જવાબમાં તેમણે કહ્યુ કે, ચૈતરભાઇએ સ્પષ્ટ જણાવ્યુ છે કે, દોઢ મહિનાથી તેઓ પોતાના ઘરે જ હતા પણ કોઇ ત્યાં આવ્યું જ નહીં તો તેઓ શું કરે.
મીડિયાના મિત્રઓએ જ્યારે ચૈતર વસાવાની પત્નીનું નિવેદન યાદ કરાવ્યુ કે, તેમના પત્નીએ કહ્યુ હતુ કે, તેમના ઘરે રોજ બે દિવસે પોલીસ આવતી હતી. જેના જવાબમાં ઇટાલિયાએ કહ્યુ કે, પોલીસ આવતી હશે, ગયા હશે ક્યાં સુધી ગયા જેની મને જાણ નથી પરંતુ ચૈતરભાઇનું કહેવું છે કે, તેઓ આટલા દિવસથી ઘરે જ હતા અને પોતાનું કામ કરતા હતા.