Gold-Silver Record High: સોનું અને ચાંદી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે અને ક્યારેક સોનું તો ક્યારેક ચાંદી ગ્રાહકોની ખરીદ શક્તિની કસોટી લઇ રહ્યાં છે. જોકે ગઈકાલે સોનું અને ચાંદી મળીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા, અને ચાંદી રૂ.1 લાખને પાર કરી ગઈ હતી.
ચાંદીએ તોડી દીધા તમામ રેકોર્ડ-સોનું પહોંચ્યું 81 હજારે –
ચાંદીનો ભાવ રૂ. 1500ના ઉછાળા સાથે રૂ. 1 લાખ પ્રતિ કિલોગ્રામને પાર કરી ગયો હતો. ચાંદીના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો યથાવત રહ્યો હતો અને રૂ. 1500ના ઉછાળા સાથે રૂ. 1.01 લાખ પ્રતિ કિલોના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. શુક્રવારે ચાંદીની કિંમત 99,500 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. ચાંદીના ભાવ સતત પાંચમા દિવસે વધ્યા હતા અને રૂ. 1,500 વધીને રૂ. 1.01 લાખ પ્રતિ કિલોના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. શુક્રવારે ચાંદીની કિંમત 99,500 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.
આ સિવાય 99.5 ટકા શુદ્ધતાનું સોનું રૂ. 350 વધીને રૂ. 80,600 પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. રાષ્ટ્રીય રાજધાનીના બૂલિયન માર્કેટમાં મંગળવારે સોનું 350 રૂપિયા વધીને 81,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. અખિલ ભારતીય બૂલિયન એસોસિએશને આ માહિતી આપી છે.
કેમ સાતમા આસમાને પહોંચ્યો ચાંદીનો ભાવ –
ચાંદીમાં સતત વધારો થવાનું મુખ્ય કારણ ઔદ્યોગિક માંગમાં વધારો છે. આ સિવાય જ્વેલરી અને સિલ્વરવેર સેગમેન્ટમાં વધતી ખરીદીને કારણે પણ વૃદ્ધિ જોવા મળી છે. બૂલિયન ટ્રેડર્સે તહેવારો અને લગ્નની સિઝન દરમિયાન વધેલી માંગને પહોંચી વળવા સ્થાનિક જ્વેલર્સ દ્વારા ખરીદીમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો હોવાનું કારણભૂત છે.
મલ્ટી કોમૉડિટી એક્સચેન્જ (MCX) ના ફ્યૂચર્સ ટ્રેડિંગમાં, ડિસેમ્બર ડિલિવરી માટેનો સોનાનો કૉન્ટ્રાક્ટ રૂ. 208 વધીને રૂ. 78,247 પ્રતિ 10 ગ્રામ થયો છે. ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીના કૉન્ટ્રેક્ટના ભાવ રૂ. 882 અથવા 0.91 ટકાના ઉછાળા સાથે રૂ. 98,330 પ્રતિ કિલોના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.