GCAS પોર્ટલને લઇ વિવાદ થતા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કરી મહત્વની માંગ

By: Nation Gujarat Team
21 May, 2026

ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયા માટે શરૂ કરાયેલ ગવર્મેન્ટ સેન્ટ્રલાઇઝડ એડમિશન સિસ્ટમ એટલે કે જીસીએએસ પોર્ટલને લઇ મોટો વિવાદ થયો છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ડો.કિરિટ પટેલે મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગને પત્ર લખીની આ GCAS પોર્ટલની મુદત વધારવા ઉગ્ર માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વર્તમાન એડમિશન પ્ર્ક્રિયા અને પોર્ટલની ખામીઓને કારણે વિદ્યારર્થીઓ ભારે હાલાકીનો સામોનો કરી રહ્યા છે.

ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું કે, GCAS પોર્ટલમાં તમામ સરકારી યુનિવર્સિટીનો સમાવેશ કરવો અંત્યત જરૂરી છે. હાલની વ્યવસ્થામાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોનો જ સમાવેશ થવાથી પરોક્ષ રીતે ખાનગી યુનિવર્સિટીઓનો પણ સમાવેશ થવો જ જોઇએ. હાલની વ્યવસ્થામાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોનો જ સમાવેશ થવાથી પરોક્ષ રીતે ખાનગી યુનિવર્સિટીને મોટો ફાયદો થઇ રહ્યો છે. આ ખામી યુક્ત નીતિને કારણે સામાન્ય અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓ સરકારી શિક્ષણથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

GCAS  પોર્ટલની મુદત લંબાવવા માંગ

ધારાસભ્યએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ધણી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ મનસ્વી રીતે વર્તીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાથી વંચિત રાખી રહી છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના ગરિબ વિદ્યાર્થીઓ ઓનલાઇ પોર્ટલની જટલી પ્રક્રિયા સમજી શકતા નથી જેના કારણે હજારો વિદ્યાર્થીઓ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકયા નથી. જો પોર્ટલની મુદત લંબાવવામાં નહી આવે તો ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાશે. શિક્ષણ જગતમાં ઉઠેલા વિરોધના વંટોળ બાદ હવે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ GCAS પોર્ટલની મુદ્તમાં વધારો કરે છે કે નહી તેના પર નજર મંડરાયેલ છે.


Related Posts

Load more