ગાંઘીનગર સિવિલ હોસ્પિટલમા પણ ફાયર સેફટીના સાઘનો બુઠા, નગરસેવકે કરી મોકડ્રીલની માંગ

By: nationgujarat
03 Jun, 2024

રાજકોટમા ગેમઝોનના કાંડે ફાયર વિભાગ અને કોર્પોરેશનમા ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. અધિકારીઓના પાપે નિર્દોષ લોકોના મોત થાય છે. રાજકોટ ઘટના પછી રાજયમા ફાયર વિભાગ એક્ટિવ થયુ છે અને ઠેર ઠેર તપાસ પણ આદરી છે. આ સમગ્ર ઘટના વચ્ચે ગાંઘીનગર સિવિલ હોસ્પિટલમા ફાયર સેફટીના સાઘનો પણ બુઠા છે જો કોઇ મોટી દુર્ઘટના બનશે તો ફરી એસ.આઇ.ટી. ને તપાસ સોંપી સરકાર ભીનુ સંકેલશે  પણ કોઇ અનિચ્છનિય ઘટના બનશે તો તેમા કોઇ નિર્દોષ જ સજા મેળવશે જેથી આ અંગે ગાંઘીનગરના જ નગર સેવક સજાગ થઇને સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આવેદન આપી માંગ કરી છે કે ગાંઘીનગર સિવિલ હોસ્પિટલમા ફાયર સેફટીના સાઘનો યોગ્ય રીતે કામ કરે છે કે તેમ તે ચકાસવા મારી ઉપસ્થિતિમા જ મોકડ્રીલ કરવામા આવે. ગાંઘીનગરના કોર્પેોરેટર તુષાર પરીખે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને  અરજી કરી છે. તુષાર ભાઇએ નેશન ગુજરાત સાથે આ બાબતે વાત કરતા જણાવ્યું કે, ગાંઘીનગર સિવિલ હોસ્પિટલમા ફાયર સેફ્ટીના સાઘનો તો છે પણ યોગ્ય કામ નથી કરતા અને જેના કારણે મે આજે ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ કરવા અરજ કરી છે. હોસ્પિટલમા જો કોઇ અનિચ્છનીય ઘટના બને તો આ સાઘનો પુરતા ઉપયોગમા લઇ શકે તેમ જ નથી જેથી મે પહેલ  કરી છે. કોર્પોરેટર તુષારભાઇની જાગૃતાને સલામ પણ સવાલ એ છે કે શું આ પોખલી સિસ્ટમા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ મોકડ઼્રીલ કરી તપાસ આદરે છે કે કેમ ?


Related Posts

Load more