ગાંધીનગર બનશે રાજ્યનું પ્રથમ ઝીરો કમ્પ્લેઇન સિટી:AIથી ખાડા-લિકેજ શોધશે, અધિકારીએ ટાઇમ પીરિયડમાં કામ પૂર્ણ કરી રિપોર્ટ અપલોડ કરવો પડશે

By: Nation Gujarat Team
09 May, 2026

ગુજરાતનું પાટનગર ગાંધીનગર અત્યાર સુધી પોતાની હરિયાળી અને સુઆયોજિત સેક્ટરો માટે જાણીતું હતું, પરંતુ હવે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ દ્વારા વહીવટી તંત્રમાં નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.

ગાંધીનગર હવે માત્ર ગ્રીન સિટી જ નહીં, પરંતુ હાઈટેક સિટી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. શહેરને ડસ્ટ ફ્રી બનાવવાના પ્રોજેક્ટ પછી હવે ગાંધીનગર મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે એક ક્રાંતિકારી કમ્પ્લેઇન ફ્રી મોડલ તૈયાર કર્યું છે. આ મોડલ અંતર્ગત શહેરમાં AI સજ્જ સર્વેલન્સ વ્હીકલ લોન્ચ કરવામાં આવશે. જે નાગરિકો ફરિયાદ કરે તે પહેલા જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સક્ષમ હશે.

આ પ્રોજેક્ટ હેઠળ તહેનાત કરવામાં આવનાર વાહન સામાન્ય સર્વેલન્સ વાહન નથી. તે અત્યાધુનિક કોમ્પ્યુટર વિઝન અને ડીપ લર્નિંગ અલ્ગોરિધમથી સજ્જ હશે. આ વાહનની છત પર હાઈરિઝોલ્યુશન 360 ડિગ્રી કેમેરા અને સેન્સર્સ લગાવવામાં આવશે. આ વાહન શહેરના માર્ગો પર નિર્ધારિત ગતિએ દોડશે.

આ AI સજ્જ વ્હીકલની ખાસિયતની વાત કરીએ તો તેની AI સિસ્ટમથી પેવમેન્ટ ડિફેક્ટ ડિટેક્શન એટલે કે, રસ્તા પરના નાનામાં નાના ખાડા, તિરાડો કે ઘસાઈ ગયેલા રોડ માર્કિંગ્સનું રીઅલ ટાઈમ મેપિંગ કરશે. જ્યારે હાઈડ્રો લોજીકલ લીકેજ આઈડેન્ટિફિકેશન થકી ગટરના ઉભરાતા પાણી કે પીવાના પાણીની લાઈનમાં થતા લીકેજને સેન્સર દ્વારા ઓળખી કાઢશે.

એજ રીતે ઓબ્જેક્ટ રેકગ્નિશન થકી રસ્તા પર પડેલો કચરો, તૂટેલી સ્ટ્રીટ લાઈટ કે ફૂટપાથ પર થયેલા દબાણોને ઈમેજ પ્રોસેસિંગ દ્વારા તુરંત પકડી પાડશે. એટલે કે, માણસ ભૂલશે પણ મશીન નહીં એ ઉક્તિને સાર્થક કરતા આ પ્રોજેક્ટમાં માનવીય દખલગીરી નહિવત રાખવામાં આવી છે. અત્યાર સુધી સિસ્ટમ એવી હતી કે નાગરિક એપ પર ફોટો પાડીને મોકલે ત્યારે તંત્ર જાગતું હતું. હવે AI વ્હીકલ સમસ્યાને ડિટેક્ટ કરતાની સાથે જ તેનું GPS કો-ઓર્ડિનેટ્સ મેળવી લેશે.

આ ડેટા સીધો સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર જશે અને ત્યાંથી સેકંડોમાં સંબંધિત એન્જિનિયર અથવા વોર્ડ ઓફિસરના મોબાઈલ પર વર્ક ઓર્ડર તરીકે પહોંચી જશે. આ સિસ્ટમમાં ટાઈમ સ્ટેમ્પ હોવાથી અધિકારીએ નક્કી કરેલા સમયગાળામાં કામ પૂર્ણ કરી તેનો રિપોર્ટ અપલોડ કરવો પડશે.

નિષ્ણાતોના મતે આ ટેકનોલોજીથી મનપાને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે. જો પાણીનું લીકેજ કે રસ્તાની નાની તિરાડ શરૂઆતમાં જ પકડાઈ જાય, તો તેના રિપેરિંગનો ખર્ચ મોટો ખાડો પડ્યા પછી થતા ખર્ચ કરતા 70% ઓછો હોય છે. વળી કયા વિસ્તારમાં કેટલી વાર સમસ્યા ઉદભવે છે તેનો હીટ મેપ તૈયાર થશે જે ભવિષ્યના ટાઉન પ્લાનિંગમાં મદદરૂપ સાબિત થશે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી સમયમાં ગુજરાતના અન્ય મહાનગરો જેમ કે અમદાવાદ, સુરત અને વડોદરામાં પણ આ પ્રકારની સ્માર્ટ આંખ રસ્તાઓ પર દેખાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આમ હવે ગાંધીનગર હવે ગ્રીન સિટીની સાથે સ્માર્ટ વહીવટનું વૈશ્વિક ઉદાહરણ બનવા તરફ અગ્રેસર છે.

આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું કે, ડસ્ટ ફ્રી શહેરની માફક કમ્પ્લેઇન ફ્રી એવો એક ગાંધીનગર મહાનગરપાલિકાનો અભિગમ છે. જેમાં એક AIથી સજ્જ વ્હીકલ ગાંધીનગરની અંદર ફરતું હશે.જે ક્યાંય પણ રોડ ઉપર ખાડો પડેલો હોય, ક્યાંય પણ રોડ ઉપર કચરો હોય, સાઈડમાં કચરો હોય, ઝાડનું ટ્રીમિંગ હોય, પાણી ઉભરાતું હોય, ગટરમાં ક્યાંય પણ લીકેજીસ હોય આ ટાઈપની વસ્તુનું AI બેઝ ડિટેક્શન કરશે. જે GPS લોકેશન વત્તા એના ડાયમેન્શન સાથે એ કમ્પ્લેઇનનો ફોટો પાડીને જે તે કન્સર્ન અધિકારી સુધી પહોંચાડશે.જે ક્યાંય પણ રોડ ઉપર ખાડો પડેલો હોય, ક્યાંય પણ રોડ ઉપર કચરો હોય, સાઈડમાં કચરો હોય, ઝાડનું ટ્રીમિંગ હોય, પાણી ઉભરાતું હોય, ગટરમાં ક્યાંય પણ લીકેજીસ હોય આ ટાઈપની વસ્તુનું AI બેઝ ડિટેક્શન કરશે. જે GPS લોકેશન વત્તા એના ડાયમેન્શન સાથે એ કમ્પ્લેઇનનો ફોટો પાડીને જે તે કન્સર્ન અધિકારી સુધી પહોંચાડશે.


Related Posts

Load more