ટોપ-100 સૌથી ખરાબ ફૂડ પૈકી ટોચના 10ની વાત કરીએ તો આ લિસ્ટમાં ક્રમાનુસાર મીસી રોટી, ગાંઠિયા, ગાજર મટરનું શાક, નદન મીન કરી, મટર મશરૂમ, રીંગણા બટેટાનું શાક, ગજક, પાન્તા ભાત, રવા ઇડલી અને ચૂરમાનો સમાવેશ થાય છે. જોકે તમે જો આ નામ જાણીને ચોંકી જતા હોવ તો વાત આટલેથી જ નથી અટકતી. આ લિસ્ટમાં બીજી ઘણી એવી ફૂડ ડીશનું નામ છે જે તમને કદાચ ખૂબ ભાવતી હોઈ શકે છે.
અહીં ખાલી આપણે ટોપ-10 ખરાબ ફૂડની જ વાત કરી છે જ્યારે ટોપ-100માં તો ગાજરનો હલવોથી લઈને ગુજીયા, મટકા કુલ્ફીથી લઈને કલાકંદ તેમજ કચોરીથી લઈને મસાલા પાપડ જેવી ફૂડ આઇટમનો પમ સામવેશ થાય છે. સર્વે મુજબ આ ફૂડ આઇટમ્સ ભારતના 100 સૌથી ખરાબ ફૂડ છે. ટેસ્ટ એટલાસના રેટિંગ મુજબ ગાંઠિયા ભારતનું પહેલા નંબરનું સૌથી ખરાબ સ્ટ્રીટ ફૂડ છે જ્યારે ભારતીય નાસ્તાના સેગમેન્ટમાં પણ ગાંઠિયાને સૌથી ખરાબ લિસ્ટમાં ટોપ પર રાખવામાં આવ્યા છે. આ જ રીતે દુનિયાના ટોચના સૌથી ખરાબ સ્ટ્રીટ ફૂડમાં ગાંઠિયા 9માં નબરે આવ્યા છે.