સરકાર સામે ભાજપના જ પાંચ ધારાસભ્યો મેદાને: વહીવટી તંત્રો સામે સવાલ

By: nationgujarat
14 Jun, 2024
પોલીસ-મહિલા સુરક્ષા- હોસ્પીટલો જેવા વિભાગોની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા: લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા, અમદાવાદના અમુલ ભટ્ટ, અભેસિંહ તડવી, ડી.કે.સ્વામી આક્રમક

ભાજપનાં જ પાંચ ધારાસભ્યોએ સરકારી પ્રશાસનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. અમરેલીના લાઠી-બાબરાના ભાજપના ધારાસભ્ય જનક તળાવીયાએ પોલીસની કામગીરી પર જ સવાલ ઉઠાવ્યા. અનેક રજૂઆત છતા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આખરે ધારાસભ્ય જનક તળાવીયાને ખુદ મેદાનમાં ઉતરવુ પડ્યુ અને દામનગર પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે કોમ્પલેક્સમાં ધમધમતા જુગારધામ પર રેડ કરી. રેડ કરીને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યાં છે.

અમદાવાદના મણીનગરના ભાજપના ધારાસભ્ય  અમુલ ભટ્ટે મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠાવતા હડકંપ મચ્યો છે. અમુલ ભટ્ટે ટ્રાફિક ડીસીપીને પત્ર લખીને ટોઈંગ કરેલા વાહનો દાણીલીમડાના પ્લોટમાં રાખવામાં આવે છે. અને જ્યારે મહિલાઓ પોતાના વાહનો છોડાવવા માટે જાય છે તો તેમની સાથે અભદ્ર વર્તન કરાતુ હોવાનો આરોપ લગાવ્યો .

એટલુ જ નહીં અગાઉ ધારાસભ્ય અભેસિંહ તડવી નસવાડી જૂથ ગ્રામ પંચાયતની ઓફિસની આકસ્મિત મુલાકાત લીધી તો વહીવટદારની ફરજ પ્રત્યે બેદરકારી સામે આવતા ધારાસભ્ય રોષે ભરાયા હતા. વારંવાર અનિયમિતતાની ફરિયાદનેલઈને અભેસિંહ તડવીએ ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લીધી હતી. ખુદ અભેસિંહ તડવી અને ટીડીઓ અડધો કલાક બેસી રહ્યા છતાંય વહીવટદાર જ ન આવ્યા. જેથી ડીડીઓને અભેસિંહ તડવીએ પગલા ભરવા સૂચના આપી.

તો જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીને ગુણવત્તાસભર સારવાર ન મળતી હોવાની ફરિયાદો મળતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં હોસ્પિટલના કેટલાક કર્મચારીઓની ગેરહાજરી છતા પણ જે રજીસ્ટર હતુ તેમા તેઓની સહી કરેલી જોવા મળી હતી. જેથી ધારાસભ્યએ સૂચનાઆપીને ભવિષ્યમાં આ પ્રકારની ભુલ ન થાય તેની કાળજી રાખવાના આદેશ આપ્યા હતા.


Related Posts

Load more