FIFA World Cup 2026 : ફિફા વર્ડકપમાં પહેલા જ દિવસે ચોરી ! મેચ પહેલા ખેલાડીઓના શૂઝ-જર્સી લઈને ભાગ્યા ચોર

By: Nation Gujarat Team
13 Jun, 2026

FIFA વર્લ્ડ કપ 2026ની શરુઆત થઈ ગઈ છે,  ત્યારે શરુઆતના પહેલા જ દિવસે ઈંગ્લેન્ડની ટીમ ચોરીનો ભોગ બની છે. આ ઘટનાએ વર્લ્ડ કપ માટે સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ ઉજાગર કરી રહી છે. આ ઘટના કેન્સાસ સિટીમાં બની હતી, ઈંગ્લેન્ડના પ્રથમ પ્રેક્ટિસ સત્ર પહેલા, જ્યારે ચોરોએ એક વાનમાંથી ખેલાડીઓના મેચ બૂટ અને જર્સી ચોરી લીધા હતા. એક અહેવાલ મુજબ, ખેલાડીઓના ગિયરને ફ્લોરિડાના વેસ્ટ પામ બીચથી મિઝોરીના સ્વોપ સોકર વિલેજ ખાતેના તેમના બેઝ પર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ચોરી થઈ હતી

ટીમ મેનેજમેન્ટ હવે મેચ અને ભવિષ્યના પ્રેક્ટિસ સત્રો માટે કયા સાધનો બાકી છે અને બરાબર કઈ વસ્તુઓ ચોરાઈ ગઈ છે તે અંગે ચિંતિત છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે સામાનમાં ફક્ત એક જ ફૂટબોલ બાકી રહ્યો છે; વાનમાં બાકીનું બધું ગાયબ થઈ ગયું હતું. ગુમ થયેલી વસ્તુઓમાં સ્ટાર ખેલાડીઓ હેરી કેન અને જુડ બેલિંગહામના બૂટનો સમાવેશ થાય છે.

ઈંગ્લેન્ડનો પહેલો મેચ ક્રોએશિયા સામે છે

ઈંગ્લેન્ડ ફિફા વર્લ્ડ કપ 2026 ની તેની શરૂઆતની મેચ ક્રોએશિયા સામે રમવા માટે તૈયાર છે. આ ચોરીથી ટીમની તૈયારીઓને મોટો ફટકો પડ્યો છે. FA (ધ ફૂટબોલ એસોસિએશન) સ્થાનિક પોલીસ સાથે સંપર્કમાં છે અને ખેલાડીઓની કીટ અને ચોરાયેલી બધી વસ્તુઓ શક્ય તેટલી ઝડપથી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ બાબતે FA એ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

ઈંગ્લેન્ડની ટીમ પર માનસિક અસર

વર્લ્ડ કપ ઝુંબેશ પહેલા વિદેશી ધરતી પર થયેલી આ ચોરીની ઇંગ્લેન્ડના ખેલાડીઓ પર માનસિક અસર થઈ છે, કારણ કે તેઓએ વર્લ્ડ કપ બેઝની મુસાફરી માટે તેમના તમામ જરૂરી તાલીમ સાધનો વ્યક્તિગત રીતે પેક કર્યા હતા. આવી સ્થિતિમાં, જો તેમને છેલ્લી ઘડીએ તેમનો સામાન ન મળે, તો તેમને અગવડતાનો સામનો કરવો પડી શકે છે. વધુમાં, એક મોટો પ્રશ્ન ઊભો થાય છે: વર્લ્ડ કપ જેવી ઇવેન્ટમાં આટલી મોટી સુરક્ષા ખામી કેવી રીતે થઈ?


Related Posts

Load more