બેંક અને ખાતા સંબંધિત માહિતી અહીં ભરો અને સબમિટ કરો.
– આવું કર્યા પછી 24 થી 48 કલાકમાં ફી રિફંડ મળી જશે.
NTAએ સ્પષ્ટ કર્યું છે કે NEET રિ-એગ્ઝામ માટે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. જે વિદ્યાર્થીઓએ પહેલેથી રજીસ્ટ્રેશન કર્યું છે, તેમને સીધા એડમિટ કાર્ડ આપવામાં આવશે. પરીક્ષા પહેલા એક અઠવાડિયા જેટલો સમય બાકી હશે ત્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક એક્ટિવ થશે.આ વખતે લગભગ 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ NEET પરીક્ષા આપી હતી, પણ પ્રશ્નપત્ર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવી પડી. હવે પરીક્ષા 21 જૂનના રોજ બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે. વિદ્યાર્થીઓ ભાષા મિડિયમ બદલી શકશે નહીં, પણ શહેર પસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ બીજા શહેરમાં શિફ્ટ થયા છે, તેમને મનપસંદ સેન્ટર અથવા શહેર પસંદ કરવાની તક મળશે.
મફત મુસાફરીની સુવિધા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET રિ-એગ્ઝામ અંગે કહ્યું હતું કે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે એ માટે તેઓ રાજ્યો સાથે વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં NEETના વિદ્યાર્થીઓને સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધા મળી શકે છે. જે પછી પંજાબ સરકારે પંજાબમાં વિદ્યાર્થીઓને 20 થી 22 જૂન સુધી રાજ્યની બસોમાં મફત મુસાફરીની સુવિધા આપી છે.