CM અને રાજ્યના ઊર્જામંત્રી સતત મોનિટરિંગ કરી રહ્યાં છે’
ખેડૂતોની ચિંતાનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઊર્જામંત્રી પોતે આ બાબતે સતત ચિંતિત છે અને મોનિટરિંગ કરી રહ્યા છે. સરકાર એવી નીતિ ઘડી રહી છે જેનાથી રાજ્યના એક પણ ખેડૂતને આર્થિક કે વ્યવહારિક નુકસાન ન ભોગવવું પડે. આ નીતિ આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવશે.
આ સંમેલન બાદ સ્થાનિક ખેડૂતોમાં વર્ષો જૂની વીજ પોલની સમસ્યાનો કાયમી ઉકેલ આવવાની આશા જાગી છે. કૃષિમંત્રીએ મંચ પરથી વારંવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતોએ સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ સરકાર ખેડૂતોની, ખેડૂતો દ્વારા અને ખેડૂતોના વિકાસ માટે કામ કરતી સરકાર છે.