ભાજપમાં કલેશ, MLA-MP સામસામે:સાંસદે કહ્યું- ‘તમને ધારાસભ્ય જ મેં બનાવ્યા’

By: Nation Gujarat Team
13 Dec, 2025

ભરુચના સાંસદ મનસુખ વસાવાની એક પ્રેસ કોન્ફરન્સને લઇને ભરુચ અને નર્મદા જિલ્લા ભાજપમાં સામસામે આક્ષેપને લઇને વાકયુદ્ધ છેડાયું છે. ગતરોજ રાજપીપળાના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને માનહાનિનો દાવો કરવાની વાત કરી હતી. જે બાદ આજે સાંસદ મનસુખ વસાવાએ ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને દર્શના દેશમુખને જવાબ આપતા અંદરો અંદરનો વિવાદ બહાર આવ્યો છે.

12 ડિસેમ્બર 2025 મનસુખ વસાવાએ મારૂ નામ ચૈતર વસાવા સાથે જોડ્યું: ડૉ.દર્શના દેશમુખ ગઇકાલે એક પ્રેસ કોન્ફરસન્સ યોજીને ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું હતું કે,તા.7 ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો,પરંતુ કોઈ પણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. મનસુખ વસાવાએ આડકતરી રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મારી સાંઠગાંઠ હોવાનો સંકેત આપ્યો હતો, જેથી મારી બદનામી થઇ છે.

સાંસદ સાબિત કરે નહીં તો હું માનહાનિનો દાવો કરીશ’ ડૉ.દર્શના દેશમુખે વધુમાં જણાવ્યું કે, સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી અને ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે, પણ ચૈતર વસાવા સાથે સાંસદના ઘરેલું સંબંધ છે. મારે તો નાહવા-નિચોવાને કોઈ સંબંધ નથી. ભ્રષ્ટાચારની વાત છે તો મનસુખ વસાવા તે સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનીનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું હશે, તો હું ચોક્કસ જઈશ. હું મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાની હતી, પરંતુ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતા તેમણે આ કાર્યક્રમ રદ કર્યો હતો.

હું ધારાસભ્ય બની ત્યારથી તેઓ મારા પર આક્ષેપ કરે છે’ ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, સાંસદ મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી, હું ધારાસભ્ય બની ત્યારથી તેઓ મારા પર આક્ષેપ કરતા આવ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી-વિલાસ ના કરવો જોઈએ. મારી પાસે પણ આવા નનામા પત્રો આવે છે, પણ અમે એને કચરામાં નાખી દઈએ છીએ, એના પર કોઈ ટિપ્પણી કરતા નથી. મેં આ મામલે પ્રદેશ સ્તરે રજૂઆત કરી છે અને હવે હું મૌન નહીં રહું. હવે જો મનસુખ વસાવા કઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે.

13 ડિસેમ્બર 2025 ચૈતરે અધિકારીઓ પર દબાણ કર્યું ત્યારે દર્શનાબેન ચૂપ રહ્યા:મનસુખ વસાવા ડૉ. દર્શના દેશમુખની ગઇકાલની પ્રેસ કોન્ફરન્સ બાદ આ મામલે આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી ડો.દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર પ્રત્યાઘાત કર્યો હતો.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડીયા કોલોની ખાતે યોજાયેલી એકતા પરેડ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈ થયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું, ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ એકદમ મૌન રહ્યા હતા.

દર્શનાબેનને ધારાસભ્ય બનાવનાર જ હું છું, મને સીધુ કહેવું જોઇએ’ સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે રૂ. 75 લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવી દેવાની વાત કરી હતી.આ ઘટનાને પગલે જ પોતે નર્મદા જિલ્લા માં પત્રકાર પરિષદ યોજીને જવાબ આપ્યો હતો. ડો.દર્શના દેશમુખ અંગે તેમણે કહ્યું કે, તેમણે આક્ષેપ કરીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. એમને ધારાસભ્ય જ મેં બનાવ્યા છે. જો કોઈ મનદુઃખ હતું તો મને સીધું કહેવું જોઈએ હતું અથવા પાર્ટી ફોરમમાં રજૂઆત કરવી જોઈએ હતી, પરંતુ તેમણે જાહેરમાં મારા પર આરોપો લગાવ્યા છે. બંનેને કોઈ પ્રકારનો ડર લાગ્યો છે એટલે મારી સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

ભરુચ-નર્મદા ભાજપમાં કેમ વિવાદ છેડાયો? સાંસદ મનસુખ વસાવાએ 7‎ ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ‎ યોજી હતી, જેમાં તેમણે નર્મદા‎ જિલ્લાના રાજકીય નેતાઓ અને‎ વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ‎થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો ‎હતો. જોકે, તેમણે ભ્રષ્ટાચાર કરનાર‎ કોઈ પણ નેતાનું નામ જાહેર કર્યું ન‎હોતું. પરંતુ ‎મનસુખ વસાવાએ આડકતરી રીતે‎ એવું કહ્યું હતું કે, તેમના કેટલાક ડૉક્ટરોની ‎આમ આદમી પાર્ટીના‎ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર‎વસાવા સાથે સાંઠગાંઠ છે. જેથી ડૉ. દર્શના દેશમુખને લાગ્યું કે સાંસદ તેમના વિશે કહી રહ્યા છે. જે બાદ સમગ્ર વિવાદ છેડાયો છે.

અમે મનસુખ વસાવાને ત્રણ વર્ષથી સહન કરીએ છીએ: ચૈતર વસાવા બીજી તરફ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડો. દર્શના દેશમુખને સ્પોર્ટ કરતા જણાવ્યું કે, ત્રણ વર્ષથી દબાયેલા રહેલા દર્શનાબેને મોડે મોડે જાગવાની હિંમત બતાવી છે અને સાંસદ સામે બોલ્યા છે એ અભિનંદનને પાત્ર છે. મનસુખ વસાવા બધા પર હાવી થઇ જાય છે. અમે તેમને ત્રણ વર્ષથી સહન કરીએ છીએ.


Related Posts

Load more