પેદ્દી ફિલ્મ અંગે થયો વિવાદ, જાહ્નવી કપૂરની ‘અશ્લીલતા ‘ ભૂમિકા પર ફેન્સ ગુસ્સે, એક્ટ્રેસે આપી પ્રતિક્રિયા

By: Krunal Bhavsar
06 Jun, 2026

જ્હાન્વી કપૂર ની ફિલ્મ પેદ્દી નો વિવાદ : સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની રાહ જોવાતી એવી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પેડ્ડી’ 4 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મે પહેલા દિવસે 135 કરોડ રૂપિયા અને બીજા દિવસે 150 કરોડથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. જોકે આ શાનદાર કમાણીની વચ્ચે જ ફિલ્મ મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકો રામ ચરણના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ જાહ્નવી કપૂરના “અશ્લીલતારૂપી પાત્રને લઈને ફિલ્મમેકર્સની આકરી આલોચના થઈ રહી છે, ટીકા થઇ રહી છે . હવે આ વિવાદમાં સાઉથની જાણીતી અભિનેત્રી “ગાયત્રી ચાગંતી”એ પણ ફેન્સની વાતમાં બરોબર નો સૂર પુરાવ્યો છે.

જાહ્નવી કપૂરને માત્ર ‘શોપીસ’ તરીકે ઉપયોગ કરવામાં આવી?

ફિલ્મ રિલીઝ થતાં જ દર્શકોએ નોટિસ કર્યું કે જાહ્નવી કપૂરના પાત્રને માત્ર ગ્લેમર અને “શોપીસ” તરીકે જ ફિલ્મમાં રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મમાં મહિલા પાત્રને ખરાબ રીતે ઓબ્જેક્ટિફાય એટલે કે એક “વસ્તુ” તરીકે રજૂ કરવું કરવામાં આવી છે.

આ ચર્ચા વચ્ચે ‘જર્સી’ અને ‘અલા વૈકુંઠપુરમુલૂ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ગાયત્રી ચાગંતીએ જાહ્નવી કપૂરને ઓબ્જેક્ટિફાય કરતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરીને હંગામો મચાવી દીધો છે. ગાયત્રીએ લખ્યું કે,  “સાચું કહું તો, કોઈ પણ તેને તેની એક્ટિંગની કાબિલિયત જોઈને કામ પર નથી રાખી રહ્યું. વાસ્તવમાં, તે પોતાના કોસ્ટ્યુમ દ્વારા દરેક પાત્રને સેક્સી દેખાડવાની કોઈ તક છોડતી નથી (ભલે પાત્રની બેકસ્ટોરી ગમે તે હોય). તેની આખી ઈમેજ જ તેની બોડી પર ટકેલી છે. જ્યારે પાત્રની જરૂરિયાત હોય ત્યારે ગ્લેમર બતાવવામાં મને કોઈ વાંધો નથી. બિન્દાસ પોતાનું કામ કરતી રહે.”

 


Related Posts

Load more