Celina Jaitley File Divorce Case : અભિનેત્રી સેલિના જેટલીએ આ અઠવાડિયે મુંબઈની કોર્ટમાં તેના ઓસ્ટ્રિયન પતિ પીટર હાગ (Peter Haag) વિરુદ્ધ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે . આ દંપતીના લગ્નને 15 વર્ષ થયા છે. જે બાદ તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી અને ભાવનાત્મક પોસ્ટ લખી છે, જેમાં સમજાવ્યું કે, તે એકલી આ કટોકટીનો સામનો કરી રહી છે. તેણે ઘરેલુ હિંસા અને દુર્વ્યવહારના આધારે છૂટાછેડા માટે અરજી કરી છે.
સેલિનાની કાનૂની ટીમના વકીલ નિહારિકા કરંજવાલા મિસરે મીડિયાને જણાવ્યું હતું કે, સેલિનાના પતિ પીટરે તેમના લગ્ન તૂટવા માટે તેણીને દોષી ઠેરવી હતી, અને આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રિયામાં છૂટાછેડા માટે અરજી કરી હતી. વકીલે એમ પણ જણાવ્યું હતું કે, મુંબઈની એક કોર્ટે પીટરને નોટિસ જારી કરી છે, જેનો તેમણે 12 ડિસેમ્બર સુધીમાં જવાબ આપવો પડશે.

સેલિનાએ માસિક રૂ. 10 લાખ અને ભરણપોષણ પેટે રૂ. 50 કરોડ માંગ્યા છે (Celina Jaitley File Divorce Case). વકીલે એમ પણ જણાવ્યું હતું કે, પીટર તેની સામે બીજા સિવિલ કેસનો સામનો કરી રહ્યા છે, જેમાં આરોપ છે કે, તેણે સેલિનાને ગિફ્ટ ડીડ દ્વારા તેની મુંબઈની રૂ. 3.5 કરોડની મિલકત ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. નિહારિકાએ જણાવ્યું હતું કે, પીટરે સેલિનાને જાણ કર્યા વિના વિયેનામાં તેઓએ સાથે ખરીદેલી મિલકતો વેચી દીધી હતી.
સેલિનાના વકીલે વધુમાં જણાવ્યું કે, “તે ઑસ્ટ્રિયન કોર્ટમાં ચાલી રહેલ કેસ પણ લડી રહી છે (Celina Jaitley File Divorce Case). તેના બાળકોની સલામતી તેની ટોચની પ્રાથમિકતા છે. અમે ઘરેલુ કેસમાં કસ્ટડી અને મુલાકાતના અધિકારોની પણ માંગ કરી છે. સદનસીબે, બે દિવસ પહેલા, ઑસ્ટ્રિયન કોર્ટે છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન દરરોજ એક કલાક માટે બાળકો સાથે ફોન પર વાત કરવાની પરવાનગી આપી હતી. આ પહેલા, પીટરે થોડા સમય માટે બાળકો સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો.”
સેલિનાએ આરોપ લગાવ્યો છે કે, પીટર તેના પૈસાનો ઉપયોગ પોતાના અંગત ફાયદા માટે કરી રહ્યો હતો . કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે, 2012 માં, જ્યારે દંપતીએ દુબઈથી સિંગાપોર સ્થળાંતર કર્યું, ત્યારે સેલિનાને તેની બહેન પાસેથી ખબર પડી કે, પીટર બીજી સ્ત્રી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં છે, અને તેઓ હજી પણ ડેટિંગ કરી રહ્યા હતા. આ લિવ-ઇન રિલેશનશિપ પાંચ વર્ષ સુધી ચાલી, જે દરમિયાન પીટર સિંગલ હોવાનો ડોળ કરતો હતો.

નિહારિકાએ વધુમાંકહ્યું, “લગ્ન દરમિયાન તેણીને કોઈ અફેરની ખબર નહોતી, પરંતુ તેના પહેલા જોડિયા બાળકોના જન્મ પછી, તેની બહેન પાસેથી આ વિશે સાંભળ્યું હતું. પીટરે તેણીને તેના બધા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ આપવા દબાણ કર્યું, જેથી તે તેના નાણાકીય નિયંત્રણ કરી શકે. સેલિનાએ તેણીની બધી બચત પોતાને ટકાવી રાખવા માટે ખર્ચી નાખી છે. જ્યારે તેણે વિયેનામાં ખરીદેલી મિલકત વેચી દીધી, ત્યારે તેણે આ માહિતી સેલેના સાથે શેર કરી નહતી. પીટરે તેણીને ખૂબ જ અલગ રાખી હતી . તેણે સેલિનાના દસ્તાવેજો અને પાસપોર્ટ પોતાની પાસે રાખ્યા હતા. એક દિવસ, જ્યારે સેલિના તેના વકીલ સાથે વાત કરવા માટે શાંત સ્થળ શોધી રહી હતી, ત્યારે તેણીને ખબર પડી કે, તેના દસ્તાવેજો છુપાવવામાં આવ્યા છે. ત્યારબાદ, એક પાડોશીની મદદથી, તે ભારત પાછી ફરી અને ન્યાય મેળવવા કોર્ટમાં ગઈ છે.”
સેલિનાના વકીલના જણાવ્યા મુજબ, પીટરે આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી (Celina Jaitley File Divorce Case). તેણે ઑસ્ટ્રિયન કોર્ટમાં સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે, સેલિનાનો તેની સંપત્તિ પર કોઈ અધિકાર નથી. પીટર ઑસ્ટ્રિયન કોર્ટમાં લગ્ન તૂટવા માટે સેલેનાને દોષી ઠેરવી રહ્યો છે. મંગળવારે, સેલિનાએ ઇન્સ્ટાગ્રામ પર તેના છૂટાછેડા વિશે એક ભાવનાત્મક નોંધ લખી: “મારા જીવનના સૌથી મજબૂત, સૌથી તોફાની સમયમાં. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે, મારે એકલા લડવું પડશે. જીવન બધું જ લઈ ગયું. જેમના પર હું વિશ્વાસ કરતી હતી, તે લોકો ચાલ્યા ગયા. પરંતુ તોફાન મને ડૂબાડી શક્યું નહીં; તેણે મને જીવંત રાખી. મારી પ્રાથમિકતા મારા બાળકો અને મારા ગૌરવ માટે લડવાની છે.”
સેલિના જેટલીએ 2010 માં મુંબઈમાં પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા (Celina Jaitley File Divorce Case). આ દંપતીએ 2012 માં જોડિયા બાળકોને પરિવારમાં આવકાર્યા હતા. 2017 માં ફરીથી જોડિયા બાળકોનો જન્મ થયો, જેમાં એક બાળકનું હૃદય રોગને કારણે મૃત્યુ થયું હતું. સેલિના જેટલીએ 2001 માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. 2003 માં, તેણીએ ફિલ્મ “જનશીન” થી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણી “નો એન્ટ્રી,” “ગોલમાલ રિટર્ન્સ,” અને “અપના સપના મની મની” જેવી ફિલ્મોમાં દેખાઈ હતી.
