Bigg Boss 19 ના વિજેતા બન્યા “ગૌરવ ખન્ના” , “ફરહાના ભટ્ટ” બની રનર અપ

By: Krunal Bhavsar
08 Dec, 2025

Dec : 08, 2025

Bigg Boss 19 Winner : “બિગ બોસ 19” નો ગ્રાન્ડ ફિનાલે શરૂ થઈ ગયો જોરશોરમાં શરૂ થયો હતો, અને ટોપ 5 માં પહોંચ્યા પછી, પહેલા અમલ, પછી તાન્યા અને બાદમાં પ્રણીત બહાર થઈ ગયા હતા. અંતે ગૌરવ ખન્ના અને ફરહાના ભટ્ટ વચ્ચે સ્પર્ધા જામી હતી. છેવટે બિગ બોસ 19 ના વિજેતા “ગૌરવ ખન્ના” બન્ચા છે, અને રનર અપ “ફરહાના ભટ્ટ”બન્યા છે.

સવારે 10 વાગ્યા સુધી વોટિંગ લાઇન ખુલ્લી હતી

ટોચના 5 ફાઇનલિસ્ટ – ગૌરવ ખન્ના, ફરહાના ભટ્ટ, તાન્યા મિત્તલ, અમલ મલિક અને પ્રણીત મોરેને દર્શાવતો આ શો રાત્રે 9 વાગ્યે JioHotstar પર પ્રસારિત થવા લાગ્યો થવા લાગ્યો હતો. અહેવાલો અનુસાર, વિજેતાને રૂ. 50 લાખનું ઇનામ મળશે. આજે સવારે 10 વાગ્યા સુધી વોટિંગ લાઇન ખુલ્લી હતી. જેના કારણે અંતિમ સમય સુધી રસાકસી ભર્યો માહોલ જળવાઇ રહ્યો હતો.

પાંચ સ્પર્ધકોને બિગ બોસ 19 ની જર્ની બતાવવામાં આવી

એલીમિનેટેડ સ્પર્ધકોએ તેમના મનપસંદ સ્પર્ધકો માટે વોટ માંગ્યા હતા, અને બાદમાં તેઓ તેમને ટેકો આપવા માટે ગ્રાન્ડ ફિનાલેમાં આવ્યા છે. નીલમ ગિરી અમલ મલિક અને તાન્યા મિત્તલ માટે અપીલ કરી રહી હતી. અશ્નૂર, અભિષેક બજાજ અને મૃદુલ તિવારી ગૌરવ માટે વોટ માંગી રહ્યા હતા. શાહબાઝ સાથે તેની બહેન શહેનાઝ ગિલ અને અમલ પણ જોડાયા હતા. સફર પૂરી થાય તે પહેલાં, ટોચના પાંચ સ્પર્ધકોને તેમની બિગ બોસ 19 ની જર્ની બતાવવામાં આવી હતી, જેનાથી તેઓ ભાવુક થઈ ગયા હતા.

બિગ બોસ 19 ના વિનરને શું મળ્યું?

નોંધનીય છે કે ગયા વર્ષે બિગ બોસ 18 ના વિનર કરણવીર મેહરાને શો જીતવા બદલ ₹50 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. મુનાવર ફારૂકીને પણ 17મી સીઝનમાં ₹50 લાખ મળ્યા હતા. આ વખતે, બિગ બોસ જીતવા બદલ ગૌરવ ખન્નાને ₹50 લાખ મળ્યા.

અત્યાર સુધીમાં કોણ કોણ બન્યું બિગ બોસ વિનર?

  • બિગ બોસ સીઝન 1 – રાહુલ રોય
  • બિગ બોસ સીઝન 2 – આશુતોષ કૌશિક
  • બિગ બોસ સીઝન 3 – વિંદૂ દારા સિંહ
  • બિગ બોસ સીઝન 4 – શ્વેતા તિવારી
  • બિગ બોસ સીઝન 5 – જૂહી પરમાર
  • બિગ બોસ સીઝન 6 – ઉર્વશી ધોળકિયા
  • બિગ બોસ સીઝન 7 – તનિષા મુખર્જી
  • બિગ બોસ સીઝન 8 – ગૌતમ ગુલાટી
  • બિગ બોસ સીઝન 9 – પ્રિન્સ નરુલા
  • બિગ બોસ સીઝન 10 – મનવીર ગુર્જર
  • બિગ બોસ સીઝન 11 – શિલ્પા શિંદે
  • બિગ બોસ સીઝન 12 – દીપિકા કક્કર
  • બિગ બોસ સીઝન 13 – સિદ્ધાર્થ શુક્લા
  • બિગ બોસ સીઝન 14 – રૂબીના દિલૈક
  • બિગ બોસ સીઝન 15 – તેજસ્વી પ્રકાશ
  • બિગ બોસ સીઝન 16 – એમસી સ્ટેન
  • બિગ બોસ સીઝન 17 – મુનવ્વર ફારૂકી
  • બિગ બોસ સીઝન 18 – કરણવીર મેહરા
  • બિગ બોસ સીઝન 19 – ગૌરવ ખન્

Related Posts

Load more