Ekadashi November 2026 : નવેમ્બરમાં અગિયારસ ક્યારે છે ? અગિયારસની તારીખો નોંધ લો

By: Nation Gujarat Team
01 Nov, 2026

એકાદશી તિથિ ભગવાનને સમર્પિત માનવામાં આવે છે. જેનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દર મહિને 2 અગિયારસ હોય છે. જેમાં એક કૃષ્ણ પક્ષ અને બીજી શુકલ પક્ષમાં આવે છે. આ દવિસે ભગવાન વિષ્ણુની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમજ વ્રત રાખવાથી સુખ -સમુદ્ધિ ,શાંતિ અને તેની કૃપાની કામના કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર અગિયારસનું વ્રત રાખવાથી જીવનના કષ્ટ દુર થાય છે. તેમજ વ્યક્તિને પુણ્યનું ફળ મળે છે.

નવેમ્બરનો મહિનો શરુ થઈ ચૂક્યો છે. તેમજ આ મહિને ભગવાન વિષ્ણુની ઉપાસના માટે ખાસ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. જેમાં પહેલા રમા અગિયારસ હશે. જ્યારે બીજી દેવઉઠી અગિયારસ છે. દેવઉઠી અગિયારસનું વિશેષ મહત્વ એટલા માટે છે. કારણ કે, આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગે છે. આ સાથે ચતુર્માસ સમાપન થાય છે. તો ચાલો જાણીએ રમા અને દેવઉઠી અગિયારસ ક્યારે મનાવવામાં આવશે. પુજા અને પારણાનો સમય શું હશે. આ બંને વ્રતોનું ધાર્મિક મહત્વ શું છે. જાણો.

નવેમ્બર 2026માં અગિયારસ ક્યારે છે?

1. રમા અગિયારસ (કાર્તિક કૃષ્ણ પક્ષ)

રમા અગિયારસનું વ્રત 5 નવેમ્બર 2026ના ગુરુવારના રોજ રાખવામાં આવે છે. આ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી (અગિયારસ)ની તિથિ છે. આ દિવસે વ્રત રાખનાર શ્રદ્ધાળુ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પુજા કરે છે. વ્રતના પારણા આગલા દિવસે 6 નવેમ્બરના રોજ કરવામાં આવે છે.

રમા અગિયારસની તારીખ: નવેમ્બર 5, 2026, ગુરુવાર

પારણા સમય: 6 નવેમ્બર, સવારે 6:37 થી સવારે 8:48 સુધી

2. દેવઉઠીની અગિયારસ/પ્રબોધિની અગિયારસ (કાર્તિક શુક્લ પક્ષ)

દેવઉઠી અગિયારસનું વ્રત 20 નવેમ્બર 2026ના શુક્રવારના રોજ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પુજા કરવામાં આવે છે. અગિયારસ તિથિ 20 નવેમ્બરના સવારે 7:15 કલાકથી શરુ થઈ 21 નવેમ્બર સવારે 6:31કલાક સુધી રહેશે. તો વૈષ્ણવ અને ગૌના પરંપરા અનુસાર કેટલાક શ્રદ્ધાળુઓ 21 નવેમ્બર, શનિવારના રોજ આ વ્રત રાખશે.

Disclaimer: આ સમાચારમાં રહેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. natinogujarat.com તેની પુષ્ટિ કરતું નથી.તિથિ ચેક કરી લેવી.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score