કોઇની વાતમાં ના આવતા, તમારા પૈસા નહીં ડુબે’, BZ ગ્રુપના એજન્ટોએ વૉટ્સએપ પર મેસેજ ફરતા કર્યા

By: nationgujarat
03 Dec, 2024

ગુજરાતના 6000 કરોડના BZ કૌભાંડ મામલે નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. BZ ગ્રુપ કૌભાંડના પીડિતો હવે એક પછી એક સામે આવી રહ્યાં છે. BZ કૌભાંડમાં સંડોવાયેલા પીડિતો હવે પોલીસ ફરિયાદ ના નોંધાવે તે માટે એજન્ટો સક્રિય થયા છે. 5 તારીખ નજીક આવતા જ BZ ગ્રુપના એજન્ટો વોટ્સએપ પર મેસેજ કરી રહ્યાં છે કે તમારા પૈસા નહીં ડુબે તમે કોઇની વાતમાં ના આવતા.

BZ કૌભાંડના એજન્ટો વોટ્સએપ ગ્રુપમાં સક્રિય થયા છે અને રોકાણકારોને દિલાસો આપી રહ્યાં છે. વોટ્સએપ મેસેજમાં એજન્ટો મીડિયા આગળ પીડિતોને ના આવવા સૂચના આપી રહ્યાં છે. BZ ગ્રુપના એજન્ટો ‘એક હૈ તો સેફ હૈ’ના સૂત્ર સાથે મેસેજ કરી રહ્યાં છે.આ સાથે જ એજન્ટો મેસેજમાં રોકાણકારોને ધમકી આપે છે કે, ‘સરકાર બધુ જપ્ત કરી લેશે.’BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના સપોર્ટમાં એજન્ટ આવ્યા છે અને તેમની સામે કોઇ પણ પોલીસ ફરિયાદ ના કરવાની પણ સૂચના આપી રહ્યાં છે.

તમારા પૈસા નહીં ડુબે- BZ ગ્રુપના એજન્ટ

BZ ગ્રુપના એજન્ટોએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વોટ્સએપ પર મેસેજ ફરતા કર્યા છે. રોકાણકારોને મેસેજ કરી રહ્યાં છે કે કોઇના કોઇ પૈસા ક્યાંય નહીં ડુબે, બસ પબ્લિક ફેવરમાં રહેજો. મીડિયા કે રાજકારણીઓની વાતમાં ના આવતા..જો આ મીડિયાની વાતમાં આવીને જો કોઇ આડુ અવળું પગલું ભર્યુ તો સરકાર તમને ખોટી લાલચ આપીને બધુ જપ્ત કરી લેશે અને બધુ ફંડ સરકારમાં જમા કરી લેશે.”

કોણ મોકલતું હતું વોટ્સએપ પર મેસેજ?

BZ પોન્ઝી સ્કીમમાં વોટ્સએપ ગ્રુપમાં રાજેન્દ્રસિંહ ઝાલા (મકવાણા) નામનો વ્યક્તિ મેસેજ કરતો હોવાનું સામે આવ્યું છે. રાજેન્દ્રસિંહ ઝાલા BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. રાયગઢ પાસે આવેલી સંસ્કાર એજ્યુકેશન સ્કુલમાં રાજેન્દ્રસિંહ સંચાલન અને મેનેજમેન્ટ કરતા હતા.

શું છે ઘટના?

ગાંધીનગર CID ક્રાઈમને થોડા દિવસ પહેલા એક અરજી મળી હતી કે સાબરકાંઠા જિલ્લાના વાવડીમાં રહેતા ભુપેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ BZ GROUP હેઠળ રોકાણની અલગ અલગ સ્કીમ રજૂ કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. જેના આધારે CID ક્રાઇમે BZ GROUP પર દરોડા પાડ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ ફાઈનાન્સિયલ કંપનીમાં ત્રણ વર્ષ માટે નાણાંના રોકાણની ડબલ રકમ અને સામાન્ય રોકાણની સામે ઉંચા વ્યાજની ઓફર આપી હતી.

11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

BZ પોન્ઝી સ્કીમમાં વોટ્સએપ ગ્રુપમાં રાજેન્દ્રસિંહ ઝાલા (મકવાણા) નામનો વ્યક્તિ મેસેજ કરતો હોવાનું સામે આવ્યું છે. રાજેન્દ્રસિંહ ઝાલા BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. રાયગઢ પાસે આવેલી સંસ્કાર એજ્યુકેશન સ્કુલમાં રાજેન્દ્રસિંહ સંચાલન અને મેનેજમેન્ટ કરતા હતા.


Related Posts

Load more