‘જેટલો ટેક્સ તમે લગાવશો એટલો જ અમે પણ વસૂલીશું…’ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને સીધી ધમકી

By: nationgujarat
18 Dec, 2024

Donald Trump Threat to India News | અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર રેસિપ્રોકલ ટેક્સ લાદવાની ધમકી આપી છે. એટલે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર જેટલો ટેક્સ લાદશે એટલો જ હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભારતીય ઉત્પાદનો પર ટેક્સ લાગુ કરશે. એટલેકે એમ કહી શકાય કે હવે ભારત અને અમેરિકા વચ્ચે પણ ટેરિફ વૉર ભડકવાની શક્યતા છે.

શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ? 

ડોનાલ્ડ ટ્રમ્પે અમુક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા લાદવામાં આવેલા “હાઈ ટેરિફ” ના જવાબમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાના તેમના ઇરાદાઓનું પુનરાવર્તન કરીને ભારતને સીધી ધમકી આપી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, “રેસિપ્રોકલ, ભારત અમારા પર જેટલો ટેક્સ લગાવે છે, તેના જવાબરૂપે અમે તેમના પર સમાન ટેક્સ લગાવીશું. ટ્રમ્પ ખુલ્લેઆમ કહ્યું કે ભારત અમારા પર બેફામ ટેક્સ લગાવે છે અને લગભગ દરેક મામલે ટેક્સ વસૂલે છે અને અમે તેમને માફ કરી દઈએ છીએ. જે હવે નહીં ચાલે.

હાઈ ટેરિફ વસૂલતા દેશોમાં ભારત પણ સામેલ :  ટ્રમ્પ

અમેરિકાના આગામી પ્રમુખ ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર કરાર અંગેના પ્રશ્નનો જવાબ આપતાં આ ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે કેટલાક અમેરિકન ઉત્પાદનો પર હાઇ ટેરિફ વસૂલી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, “રેસિપ્રોકલ શબ્દ મહત્વપૂર્ણ છે કારણ કે જો કોઈ અમારી પાસેથી ચાર્જ વસૂલે છે, તો અમારે પણ વિચારવાની જરૂર નથી.


Related Posts

Load more