પુરુષોએ લગ્ન બાદ પોતાના સ્વાસ્થ્યનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. પરંતુ સ્થિતિ એવી ઊભી થતી હોય છે કે તેવું બની શકતું નથી કારણ કે જવાબદારીઓનો બોજો દિન પ્રતિદિન વધતો જાય છે. એટલે પુરુષો પછી પોતાના પર ધ્યાન આપી શકતા નથી અને પછી સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. આથી તેમણે અનહેલ્ધી વસ્તુઓથી અંતર જાળવવું જોઈએ.
પુરુષોને ભાવતી વસ્તુ
સામન્ય રીતે એવું કહેવાય છેકે મહિલાઓને ખાટ્ટી વસ્તુઓ ભાવતી હોય છે. પરંતુ પુરુષો પણ આ મામલે પાછળ નથી. પુરુષોને પણ ભોજન સાથે અથાણું ખાવું ગમતું હોય છે. પરંતુ એ વાત ન ભૂલવી જોઈએ કે વધુ અથાણું ખાવાથી નુકસાન થઈ શકે છે.
હેલ્થ પર અસર
વાત જાણે એમ છે કે બજારમાં મળતા અથાણામાં જે મસાલાઓનો ઉપયોગ થાય છે તે વધુ પકવેલા હોતા નથી કારણે તેમને યોગ્ય પ્રમાણમાં તડકો ખવડાવવામાં આવ્યો હોતો નથી, આ સાથે જ તેમને તૈયાર કરવામાં ખુબ જ તેલનો ઉપયોગ થાય છે. જે કોલેસ્ટ્રોલ વધવા માટે જવાબદાર હોય છે.
મેલ ફર્ટિલિટી પર અસર
ન્યૂટ્રીશનિસ્ટ નિખિલ વત્સનું કહેવું છે કે સામાન્ય રીતે આપણે પરાઠા, ભાત, અને ખીચડી સાથે ખાટું અથાણું ખાવાનું પસંદ કરીએ છીએ. તેનાથી ભોજનનો ટેસ્ટ ચટપટો થઈ જાય છે. પરંતુ અથાણામાં એવા અનેક તત્વો મળી આવે છે જેનાથી પુરુષોના યૌન સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, તેમની ફર્ટિલિટી નબળી પડી શકે છે અને આ સાથે જ સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટી ઉપર પણ અસર પડી શકે છે.
અથાણાથી થતું નુકસાન
કેરીના અથાણામાં અસટામિપ્રિડ નામનું તત્વ મળી આવે છે. જેનાથી પુરુષોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેમાં રહેલું પ્રિઝર્વેટિવ્સ પણ આ જોખમને વધારે છે. આથી પુરુષોએ આ ખાટી વસ્તું બને એટલે ઓછી ખાવી જોઈએ.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.