સમાજ આગેવાન સાંસદ ગેનીબેન સહિત અનેક આગેવાનો પર પ્રહાર કરતા વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, DJ પ્રથા પર પ્રતિબંધ લગાવવા વાળા આ આગેવાનો મોટા માણસો છે, તેમને ડીજેની સમજણ નથી અને આ મોટો નિર્ણય લઈ લીધો છે.’ ખાસ ગેનીબેનનું નામ લઈ વિક્રમ ઠાકોરે કહ્યું કે, આ મામલે મેં ગેનીબેનને એક વિનંતી કરી હતી, ત્યારે તેઓએ કહ્યું હતું કે, મેં બંધારણ નથી ઘડ્યું, પરંતુ સ્ટેજ પર બોલ્યા તો તમે જ હતા. જેથી તમારે પણ આ મામલે વિચારવું પડશે. અંતે વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, આપણા વિસ્તારમાં DJ તો બંધ નથી જ થવાનું..! ત્યારે વિક્રમ ઠાકોરના આ નિવેદન બાદ સમાજનું રાજકારણ ગરમાયું છે.