ડાયમંડ સિટી’ સુરત શહેર હવે ધીમે ધીમે ગુનાખોરીના ભરડામાં આવી રહ્યું હોય તેમ જણાય છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આજે વધુ એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. ક્રિષ્ના AC મોલ જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
મોલની બહાર જાહેર રોડ પર હત્યા મળતી માહિતી મુજબ, ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના AC મોલની બહાર જાહેર રોડ પર આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. 26 વર્ષીય આશિષસિંહ રાજપૂત નામનો યુવક જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક કેટલાક અજાણ્યા ઈસમોએ તેના પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલાખોરો એટલા બેફામ હતા કે જાહેરમાં જ આશિષસિંહ રાજપૂતને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બીજી તરફ, હત્યાના સમાચાર મળતા જ આશિષસિંહના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા અને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાલ કરુણ દ્રશ્યો સર્જાયા છે.
પાટીલના બર્થ ડેને લઈ યોજાયેલા કેમ્પમાં બ્લડ ડોનેટ કરીને આવતો હતો મૃતકના મિત્ર કુંદન સિંહે જણાવ્યું હતું કે, અમારી સાથે અમારા મિત્ર હતા, જેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમનું નામ આશિષસિંહ છે. અમે નીલગીરી સર્કલ ગયા હતા, આજે સી.આર. પાટીલનો જન્મદિવસ હતો એટલે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ હતો. અમે ત્યાં બ્લડ આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે અમારી ગાડી ડીંડોલી તળાવ પાસે શ્રી કૃષ્ણ એસી મોલની બાજુમાં આવેલી ઓફિસ પાસે પાર્ક કરેલી હતી. આશિષ સિંહની બાઈક પણ ત્યાં જ હતી. અમે જેવી અમારી ફોર-વ્હીલર ત્યાં ઉભી રાખી અને બાઈક લેવા નીચે ઉતર્યા, ત્યાં જ 3થી 4 ગાડીઓ આવી, જેમાં એક ફોર-વ્હીલર અને 3-4 બાઈક હતી.
બધાના હાથમાં ચપ્પુ, છરા અને કોયતા હતા બધાના હાથમાં ચપ્પુ, છરા અને કોયતા જેવા હથિયારો હતા. આશિષ સિંહ સાથે તેઓને અગાઉથી કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો એટલે આજે મોકો જોઈને તેઓએ આશિષ સિંહને ટાર્ગેટ કર્યો અને તેના પર હુમલો કર્યો હતો. ત્યાં ઘણું લોહી વહી ગયું હતું અને અમને અહીં હોસ્પિટલ લાવવામાં 10-15 મિનિટ જેવું મોડું પણ થઈ ગયું. જ્યારે તેને અહીં એડમિટ કર્યો ત્યારે તેનું હૃદય કામ નહોતું કરી રહ્યું અને અંતે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.