Dhanteras 2024 / ધનતેરસ પર એક દીવો પ્રગટાવવાથી થશે અકાળ મૃત્યુનું જોખમ દૂર, જાણો તેનું મહત્વ

By: nationgujarat
27 Oct, 2024

પૌરાણિક માન્યતા છે કે ધનતેરસ પર દક્ષિણ દિશામાં યમનો દીવો લગાવવાથી યમરાજ પ્રસન્ન થાય છે અને અકાળ મૃત્યુનો ડર પણ દૂર થાય છે.

પૌરાણિક કથા અનુસાર એક વાર યમરાજે યમદૂતોને પૂછ્યું કે તમે દરરોજ હજારો લોકોના જીવ લઈને આવો છો તો શું તમને કોઈ પ્રકારની દયા નથી આવતી? આના પર યમદૂતે કહ્યું કે મૃત્યુ લોકમાં એક હેમ નામના રાજાને એક રાજકુમાર હતો જેનો જન્મ થવા પર જ્યોતિષોએ કહ્યું હતું કે જ્યારે તે બાળક લગ્ન કરશે તેના ચાર દિવસ પછી તેનું મૃત્યુ થઈ જશે અને લગ્નના ચાર દિવસ પછી યમ દુત તેને લેવા આવ્યા. રાજકુમારની પત્ની વિલાપ કરવા લાગી અને દૂતોથી અકાળ મૃત્યુથી બચવાનો ઉપાય જાણ્યો. દૂતોએ આ વાત યમરાજને કહી, ત્યારે યમરાજે કહ્યું કે મૃત્યુ અટલ છે, પરંતુ ધનતેરસના દિવસે જે વ્યક્તિ દીવો પ્રગટાવે છે તે અકાળ મૃત્યુથી બચી શકે છે.

ધનતેરસના દિવસે યમનો દીવો પ્રગટાવવાની પરંપરા હોય છે.

યમનો દીવો પ્રગટાવવા માટે, માટીનો ચાર મુખ વાળો દીવો લો, તેમાં ચાર દિવેટ લગાવો અને સરસવનું તેલ ભરી દો.

સાંજે પ્રદોષ કાળમાં જ્યારે પરિવારના બધા જ સભ્યો ઘરે આવે ત્યારે યમનો દીવો પ્રગટાવો.

દીવાને ઘરની બાહર દક્ષિણ દિશા તરફ મૂકી દો, દીવો પ્રગટાવ્યા પછી તેને ઘરમાં ચારે તરફ ફરવી લો.

યમનો દીવો પ્રગટાવવાનું મહત્વ:

જ્યોતિષ અનુસાર, ઘરન દક્ષિણ દિશાના સ્વામી યમરાજ હોય છે.

પૌરાણિક માન્યતા છે કે ધનતેરસે દક્ષિણ દિશામાં યમનો દીવો પ્રગટાવવાથી યમરાજ પ્રસન્ન થાય છે.

આનાથી ઘરમાં સુખ-શાંતિ અને સ્વસ્થ્ય આરોગ્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આનાથી અકાળ મૃત્યુનો ડર પણ દૂર થાય છે.

સ્કંદ પુરાણ અને પહ્મ પુરાણમાં પણ યમના દીવાનું વર્ણન જોવા મળે છે.


Related Posts

Load more