કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક સમાચાર છે. જાન્યુઆરી 2026 થી મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં 2 ટકાનો વધારો થવાની શક્યતા છે. અત્યારે કર્મચારીઓને દર મહિને 58 ટકા મોંઘવારી ભથ્થું (DA) મળે છે. જો સરકાર જાન્યુઆરી 2026 માં DA માં 2 ટકાનો વધારો થાય તો તે વધીને 60 ટકા થઈ જશે.
આ વધારાનો આધાર લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રિયલ વર્કર્સના ડેટા પર છે. જેમાં 31 ડિસેમ્બર 2025 ના રોજ જાહેર કરાયેલા નવેમ્બર 2025 ના ડેટામાં ઇન્ડેક્સ 0.5 પોઈન્ટ વધીને 148.2 થયો છે જે 12 મહિનાનો એવરેજ DA 60 ટકા મજબુટ રીતે વધશે.
7મા પગાર પંચના નિયમો મુજબ DA ની ગણતરી AICPI-IW (બેઝ યર 2016 = 100) ની 12 મહિનાની એવરેજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. નવેમ્બર 2025 સુધી ગણતરી કરાયેલા ડેટાના આધારે ડીએ 59.93 % સુધી પહોંચી ગયો છે, જે 60% ની ખૂબ નજીક છે.
માત્ર ડિસેમ્બર 2025 ઇન્ડેક્સ આવવાનો બાકી છે પરંતુ સંકેતો સ્પષ્ટ છે કે પરિણામ 60% થી નીચે નહીં આવે. ડિસેમ્બરમાં વિવિધ પરિસ્થિતિઓમાં પણ 60% DA. તો ઇન્ડેક્ષમાં 148.2પર સ્થિર રહી: DA- 60.34% રહ્યું.
તો જયારે ઇન્ડેક્ષ વધીને 150.2 થઈ જેમાં DA- 60.54% રહ્યું. જ્યારે ઇન્ડેક્ષ ઘટીને 146.2 થઈ તો એમાં DAનો અંદાજ 60.15 રહેવાનો અંદાજ રહ્યો.
સરકાર પૂર્ણ સંખ્યામાં DAની જાહેર કરતી હોવાથી DA 60.00 % અને 60.99% વચ્ચેનો કોઈપણ આંકડો આવે પણ તેને 60% જ ગણવામાં આવશે. મતલબ કે, વર્તમાન 58% થી 60% સુધી 2% નો વધારો લગભગ નિશ્ચિત છે.
DA 1 જાન્યુઆરી 2026 થી અમલમાં આવશે પરંતુ તેની ઔપચારિક નોટિફિકેશન બાદમાં આવશે. ભૂતકાળના અનુભવો એવું કહે છે કે, સરકાર માર્ચ કે એપ્રિલ 2026 માં DA વધારાની જાહેરાત કરી શકે છે. જાન્યુઆરીથી એરીયર પણ ચુકવવામા આવશે.
આ વખતનો DA વધારો મહત્વનો છે. કેમ કે, 1 જાન્યુઆરી, 2026 એ 8મા કેન્દ્રીય પગાર પંચના નની સાયકલની શરૂઆત થશે. નવા પગાર પંચના અમલીકરણ બાદ હાલના DA ને બેસિક DA માં મર્જ કરવામાં આવશે અને DA ફરીથી શૂન્યથી શરૂ થાય છે. આથી 7મા CPC હેઠળ 60% DA એક મહત્વનો રેફરન્સ પોઈન્ટ બની જાય છે જે ફિટમેન્ટ ફેક્ટર અને નવા સેલરી સ્ટ્રક્ચરને અસર કરી શકે છે.