Delhi Election 2025: 46 ટકા ઉમેદવારો 5 થી 12 સુધી અભ્યાસ , 29 ઉમેદવારો ક્યારેય શાળાએ ગયા નથી.

By: nationgujarat
29 Jan, 2025

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)’ એ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીની ચૂંટણી લડનારા 699 ઉમેદવારોમાંથી 46 ટકાએ 5માથી 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

29 ઉમેદવારો ક્યારેય શાળાએ ગયા નથી
તમને જણાવી દઈએ કે આ સિવાય 322 ઉમેદવારોએ પોતાને ગ્રેજ્યુએટ અથવા વધુ શિક્ષિત જાહેર કર્યા છે. તેમાં 126 સ્નાતકો, 84 સ્નાતક વ્યાવસાયિકો અને 104 અનુસ્નાતક છે. આઠ ઉમેદવારો પાસે ડોક્ટરલ ડિગ્રી છે. અને 18 ઉમેદવારો પાસે ડિપ્લોમા પણ છે જેમાં તેઓએ ટેકનિકલ અથવા વ્યાવસાયિક કુશળતા મેળવી છે. 29 ઉમેદવારોએ પોતાને અભણ જાહેર કર્યા છે. જ્યારે 6 ઉમેદવારોએ માત્ર સાક્ષર હોવાનું લખ્યું છે.
સ્નાતક વ્યાવસાયિકોની સંખ્યા 62 થી વધીને 84 થઈ
ઉંડાણપૂર્વક પૃથ્થકરણ દ્વારા અન્ય ઘણી બાબતો પણ પ્રકાશમાં આવી છે. હકીકતમાં, સ્નાતક વ્યાવસાયિકોની સંખ્યા 62 થી વધીને 84 અને અનુસ્નાતક ઉમેદવારોની સંખ્યા 90 થી વધીને 104 થઈ ગઈ છે. જોકે, ડોક્ટરલ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થયો છે. તે 11 થી ઘટીને 8 થયો છે. આ ઉપરાંત અભણ ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો થયો છે. તે 16 થી વધીને 29 થયો છે.


Related Posts

Load more