અમદાવાદના નિકોલ દેવી ઢોસાના સંભારમાંથી મરેલો ઉંદર મળ્યાનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર

By: nationgujarat
20 Jun, 2024

અમદાવાદ: બહારનું ભોજન ખાતા પહેલાં ચેક કરવાનું ભૂલતાં નહીં. કેમ કે, અમદાવાદમાં દરેક ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. હાલ અમદાવાદના નિકોલનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. આ ઘટના ચોક્કસથી બહારનું જમવાના શોખીન લોકો માટે લાલબત્તી સમાન કહી શકાય તેમ છે.

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ વીડિયો અમદાવાદના નિકોલ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં ગ્રાહકે ઢોંસા ઓર્ડર કર્યા હતા. ઢોંસાની સાથે આપેલા સંભારમાંથી એક એવી વસ્તુ નીકળી હતી, જેની કલ્પના થઇ શકે નહીં. સંભારમાંથી મરેલો ઉંદર નીકળતાં ગ્રાહક ચોંકી ઊઠ્યો હતો અને રોષે ભરાયો હતો. દેવી ઢોસાના સંભારમાંથી મરેલો ઉંદર મળ્યાનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

જોકે, આ પહેલી વખત બનેલી ઘટના નથી. ખાવાપીવાની વસ્તુઓમાંથી જીવાત કે આ પ્રકારની વસ્તુ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી હતી. જ્યાં વેફરના પડીકામાંથી દેડકો નીકળ્યો હતો. પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફર ખરીદી હતી, જેમાંથી મરેલો દેડકો નીકળતા ચકચાર મચી છે. આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

જાહેરાતબનાવની વિગતો જોઈએ તો, જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા જસ્મીન તાલપરાએ પટેલ પ્રોવિઝન માંથી બાલાજી વેફર ખરીદી હતી. જેવું વેફર પેકેટ ખોલ્યું કે એમાંથી મરેલો તળેલો દેડકો જોવા મળ્યો હતો. આ બાબતે જસ્મીન તાલપરાએ તરત જ દુકાનમાં વાત કરી હતી. દુકાનવાળાએ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરતા સરખો જવાબ ન મળતા જામનગર મહાનગરપાલિકાના ફુડ વિભાગનો કોન્ટેક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.

Related Posts

Load more