સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થાના સાધુ ડો.જ્ઞાનવસ્તલદાસ સ્વામને અમેરિકાના વિવિધ રાજય તથા શહેરોના શાસકો દ્વારા ખાસ સન્માનિત કરવામાં આવ્યા છે. જેની વીગત નીચે પ્રમાણે છે.
1. યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની કોંગ્રેસનલ માન્યતા દ્વારા – “આત્મિક વિકાસ માટેની અસાધારણ સેવા માટે” – કોંગ્રેસના સભ્ય માન. સુહાસ સુબ્રમણિયમ દ્વારા.
2. ડેલાવેર રાજ્યના ગવર્નર મૅથ્યુ મેયર દ્વારા જાહેરનામું – “લોકોના અંગત અને વ્યાવસાયિક જીવનને સુધારવા માટે પ્રાયોગિક માર્ગદર્શન આપવા બદલ.”
3. ન્યૂ જર્સી રાજ્યના સેનેટર પેટ્રિક ડાઈગનેન દ્વારા જાહેરનામું – “શાશ્વત મૂલ્યોના સમર્પિત દૂત તરીકેની ભૂમિકા માટે.”
4. મેસેચ્યુસેટ્સના હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર રોનાલ્ડ મેરિયાનો તથા સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ રૉડની એલિયટ દ્વારા – “માનવતાના કલ્યાણ અને સૌહાર્દ માટેના અદ્વિતીય યોગદાન બદલ.”
5. વર્જિનિયા સેનેટના અભિનંદન પાઠવતા સેનેટર કન્નન શ્રીનિવાસન દ્વારા – “સમાજ સેવા માટેના નિષ્ઠાપૂર્વકના યોગદાન બદલ.”
6. સેનેટર જે. ડી. “ડૅની” ડિગ્સ દ્વારા – “સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવાની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા બદલ.”
7. મેયર ડેનિયલ રૌર્ક લોઅલ શહેર, મેસેચ્યુસેટ્સ, સીટેશન દ્વારા – “વિશિષ્ટ વિચારોના માર્ગદર્શક તરીકે નોંધપાત્ર યોગદાન બદલ.”
8. હેમ્પટન શહેરના મેયર જેમ્સ એ. ગ્રે જુનિયર દ્વારા – “વિશ્વભરમાં મન અને હ્રદયને સ્પર્શી ગયેલા વિચારશીલ વિચાર વિમર્શ બદલ.”
9. ન્યૂપોર્ટ ન્યૂઝ, વર્જિનિયા શહેરના મેયર ફિલિપ જોન્સ દ્વારા જાહેરનામું – “જીવનમાં સુધારો લાવવા માટેના ઉલ્લેખનીય સેવા અને અડગ પ્રતિબદ્ધતા બદલ.”
ડો.જ્ઞાનવસ્તસલ સ્વામી આધ્યાત્મિક વકતા તેમજ યુવાનોને પ્રેરણાત્મક સંબોધન કરે છે જેથી ઘણા યુવાનોએ તેમના વિડિયો અને સંબોધન સાંભળીને જીવન બદલ્યુ છે તેમજ ઘણા લોકો તેમના પ્રેરણાત્મક સંબોધનને સોશિયલ મીડિયા થકી સાંભળતા હોય છે. પૂ.જ્ઞાનવત્સલ સ્વામી નૈતિક જીવન,પરિવારના મુલ્યો અને સકારાત્મક જીવનશૈલી જેવા વિષયો પર યુવાનો અને સમાજને માર્ગદર્શન આપકતા રહે છે. તેમની વાણીમા સરળતા,હાસ્ય અને ઉંડા આધ્યાત્મિક જ્ઞાનનું સંનાદેશ હોય છે. આધાત્મિક વિષયને લોકો સરળભાષામા સમજી શકે તે રીતે વાતને રજૂ કરે છે. પ્રમુખસ્વામી મહારાજના જીવન અને ઉપદેશોએ તેમના પર ગહન અસર કરી. પ્રમુખસ્વામીની નમ્રતા, સેવાભાવ અને ભક્તિના ગુણોએ તેમને સંન્યાસી જીવન અપનાવવા પ્રેર્યા.
સંન્યાસનો નિર્ણય: ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરીને BAPS સંસ્થામાં સંન્યાસી બનવાનો નિર્ણય લીધો. આ નિર્ણયમાં તેમનો ગુરુ પ્રત્યેનો અચળ વિશ્વાસ અને સમાજની સેવા કરવાની ઈચ્છા મુખ્ય હતી.
સંન્યાસ દીક્ષા: તેમણે પ્રમુખસ્વામી મહારાજ પાસેથી સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી. આ દીક્ષા દરમિયાન તેમણે પાંચ મહાવ્રતો (નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાદ, નિર્માન) અપનાવ્યા, જે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના જીવનનો આધાર છે. આ પછી તેમને “જ્ઞાનવત્સલદાસ” નામ આપવામાં આવ્યું.