Gold Price: મોંઘા થઈ રહેલા પેટ્રોલ-ડીઝલથી સોનું સસ્તું કઈ રીતે?

By: Nation Gujarat Team
24 May, 2026

એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશે આંબી રહ્યા છે. બીજી બાજુ ક્રૂડ ઓઈલ સતત ઉછાળા મારી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતિ પર સસ્પેન્સના પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે તેજી પણ જોવા મળી રહી છે. આ બધા વચ્ચે જો કોઈ વસ્તુ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે છે સોનું. સોનાના ભાવમાં કડાકાનો માહોલ ચાલુ છે. જ્યારથી ઈરાન યુદ્ધ શરૂ થયું છે ત્યારથી સોનું સતત સસ્તું થઈ રહ્યું છે. આજે પણ સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. જો ફેબ્રુઆરી 2026માં ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે જ્યારે સોનું તૂટી રહ્યું છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં સોનું લગભગ 18000 રૂપિયા જેટલું સસ્તું થઈ ચૂક્યું છે. 24 કેરેટવાળું સોનું જે લગભગ 1.78 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું હતું તે તૂટીને 1.57 લાખ રૂપિયા અને ચાંદી 3.83 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી તે હવે 2.60 લાખ રૂપિયા પર પહોંચી છે.

વૈશ્વિક બજારમાં આજની સ્થિતિ

વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડમાં 26.02 ડોલરનો ઘટાડો થયો છે. જે સોનું 4559.90 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું તે તૂટીને 4516.75 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. સોનાના ભાવમાં આ ઘટાડો સોનું ખરીદવાનું વિચારતા લોકોને રાહત આપી શકે છે.

વાયદા બજારમાં ભાવ
MCX પર 5 જુનના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.06 ટકા તૂટીને 158588 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છેલ્લા કારોબારી દિવસે બંધ થયું હતું. જ્યારે 18 જુલાઈના વાયદાવાળી એક કિલોગ્રામ ચાંદી 0.09 ટકા તૂટીને 271600 પર બંધ થઈ હતી.

કેરેટ પ્રમાણે સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન અને જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર જાહેર થયેલા ભાવ જોઈએ તો ભારતમાં સોના અને ચાંદીના સરેરાશ રેટ આ પ્રમાણે છે. 24 કેરેટ સોનાથી લઈને 12 કેરેટ સોના સુધીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી છે. છેલ્લા કારોબારી દિવસે એટલે કે 22 મેના રોજ 24 કેરેટ સોનું ઘટાડા સાથે 158117 રૂપિયા પર બંધ થયું હતું જ્યારે એક કિલો ચાંદી પણ કડાકા સાથે 266000 રૂપિયા પર બંધ થઈ હતી.

કેરેટ પ્રમાણે ભાવ જોઈએ તો…

  • 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,57,484
  • 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,44,835
  • 18 કેરેટ સોનાનો ભાવ 1,18,588
  • 14 કેરેટ સોનાનો ભાવ 92,498

ક્રૂડ મોંઘુ તો સોનું સસ્તું કેમ?
ક્રૂડ ઓઈલના ભાવ સતત ઉછાળા મારી રહ્યા છે. વૈશ્વિક તણાવ, ડોલર ઈન્ડેક્સમાં તેજી સોનાના ભાવ પર દબાણ વધારી રહ્યા છે. યુદ્ધ અને જિયોપોલિટિકલ તણાવના પગલે રોકાણકારોમાં અસ્થિરતાનો માહોલ છે. રોકાણકારો સોનું અને ચાંદીમાંથી રોકાણ કાઢીને લિક્વિડિટીમાં નાખી રહ્યા છે. દરેકના મનમાં વૈશ્વિક સ્થિતિને પગલે અસ્થિરતા બનેલી છે આવામાં સોના પ્રત્યે લોકોનું આકર્ષણ ઘટી રહ્યું છે. જ્યારે ઓઈલના વધતા ભાવ અને વધતી મોંઘવારી બાદ ફેડરલ રિઝ્વ તરફથી વ્યાજ દરોમાં કાપની સંભાવના ઘટી ગઈ છે. ત્યારે આવામાં ઊંચા વ્યાજ દરની આશંકા વચ્ચે સોનું ગગડી રહ્યું છે.

વાત જાણે એમ છે કે ફેડરલ રિઝર્વના વ્યાજ દર અને સોનામાં રિવર્સ રિલેશન છે. વ્યાજ દર વધવાથી ડોલર મજબૂત થાય છે. બોન્ડ યીલ્ડમાં તેજી આવે છે. રોકાણકારો સોનાની જગ્યાએ ડોલર બોન્ડમાં રોકાણ કરે છે. વ્યાજ દર વધવાથી સોના પર દબાણ આવવા લાગે છે. જે રીતે વૈશ્વિક સ્થિતિ છે અને ઓઈલના ભાવ વધવાથી મોંઘવારી વધી રહી છે, મજબૂત ફુગવાની સ્થિતિના કારએ ફેડરલ રિઝ્વ તરફથી વ્યાજ દરોમાં કાપની સંભાવના કમ થવાથી યુદ્ધ શરૂ થયા બાદ સોનાના ભાવમાં વૈશ્વિક સ્તરે નબળાઈ જોવા મળી રહી છે. જેની અસર ભારતના બજારોમાં પણ જોવા મળી રહી છે.


Related Posts

Load more