અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે(crimebranch) કાયદાના લાંબા હાથનો પરચો આપતા એક એવા આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. આ એવો આરોપી છે જેનું નામ સાંભળીને 3 દાયકા પહેલા આખુ ગુજરાત ધ્રુજી ઉઠતુ હતું. 1994માં અમદાવાદની જાણીતી નીલમ હોટલમાં બનેલા ચકચારી વેપારી અરવિંદ શાહ હત્યા અને લુંટ કેસના મુખ્ય આરોપી સતીશ રેલીયા ઉર્ફે ભીખુ ઉર્ફે સંજય ઠક્કરને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. આ આરોપી કોર્ટ દ્વારા ફાંસીની સજા મેળવ્યા બાદમાં જેલમાં હતો. 2013માં પેરોલ મેળવી બહાર આવ્યા બાદ તે ભુગર્ભમાં ઉતરી ગયો હતો.
વર્ષ 1994માં આરોપી સતીશ રેલીયા અને તેના સાગરિતાઓ લુંટના ઇરાદે વેપારી અરવિંદ શાહને ટાર્ગેટ કર્યો હતો. અમદાવાદની નિલમ હોટલમાં રૂમમાં જ આરોપીની નિર્મમ હત્યા કરી નાખી હતી. ક્રુરતાની હદ વટાવતા આરોપીએ વેપારી અરવિંદ શાહનું માથુ ધડથી અલગ કરી નાખ્યું હતું. તેના મૃતદેહને ટ્રાવેલ બેગમાં પેક કરીને છેક અડાલજ સુધી લઇ જઇ ફેકી દીધો હતો. આ લોહિયાળ અને રૂવાડા ઉભા કરી દે તેવા કેસમાં અદાલતે આરોપીની ક્રુરતાના પગલે ફાંસીની સજા સંભળાવી હતી.
આરોપી સાબરમતી જેલમાં ફાંસીની સજા કાપી રહ્યો હતો. 2013માં કાયદાકીય જોગવાઇ હેઠળ પેરોલ રજા પર બહાર આવ્યો હતો. રજા પુરી થતા તેને જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે નાસી ગયો હતો. 13 વર્ષથી નામ બદલીને જુદા જુદા શહેરમાં રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે(crimebranch) અંતે આરોપીને ઝડપી પાડયો.