રાજ્યમાં કોરોનાના કેસ વધતા લોકોમાં ફફડાટ, આ શહેરોમાં નોંધાયા નવા કેસ

By: nationgujarat
21 Dec, 2023

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા હતા. ગાંધીનગર અને મહેસાણામાં કોરોનાના નવા બે બે કેસ, તો રાજકોટમાં કોરોનાનો નવો એક કેસ નોંધાયો હતો. મહેસાણા-ગાંધીનગરના ચાર દર્દી દક્ષિણ ભારતમાં ફરીને આવ્યા હોવાનો ખુલાસો થયો હતો.

અમદાવાદમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના સાત કેસ નોંધાયા છે. પાલડીમાં ત્રણ, જોધપુરમાં બે, તો બે કેસ ઘાટલોડિયામાં નોંધાયા હતા. પાંચ દર્દી ઓસ્ટ્રેલિયા, યુકે અને સિંગાપોરમાં ટ્રાવેલ કરીને આવ્યા હોવાની જાણકારી છે.

સરકારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો નવો વેરિએન્ટ JN.1નો એકપણ કેસ ન નથી. સરકારે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. લોકોને સતર્કતા રાખવાની સરકારે અપીલ કરી હતી. ગુજરાતમાં કોરોનાના 13 એક્ટિવ કેસ છે પણ એકપણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.

અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગે SVP હોસ્પિટલમાં 50 બેડ સાથેનો કોવિડ વોર્ડ તૈયાર કર્યો હતો. કોરોના પોઝિટીવ આવનાર તમામ દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરાશે. બીજી તરફ કોરોનાના ડર વચ્ચે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાશે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર મહાનગર પાલિકા કાર્નિવલ સમયમાં કોરોના સંક્રમણને લઈને ખાસ તકેદારી રાખશે.


Related Posts

Load more