ગુજરાત આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર, ભાજપે ખાનગી હોસ્પિટલોને લૂંટનું લાયસન્સ આપ્યું- કોંગ્રેસ

By: nationgujarat
09 Dec, 2024

ખ્યાતિકાંડ પછી મહેસાણા નસબંધી કાંડને લઇને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદ કરીને ગુજરાત આરોગ્ય વિભાગને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવ્યું હતું. આ સાથે જ ભાજપે ખાનગી હોસ્પિટલોને લૂંટનું લાયસન્સ આપ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ગુજરાતનું આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર-કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યમાં આરોગ્યની સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે, ગુજરાતનું આરોગ્ય કેન્દ્ર ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. એક પછી એક કાંડ અને કૌભાંડ પૂરા ના થાય ત્યાં બીજુ કૌભાંડ સામે આવે છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ હોય કે તે તે અગાઉનું અંધાપા કાંડ હોય, ઓપરેશનના નામે સારવાર લેવા ગયેલા દર્દીઓ બચીને આવે તો ભગવાનનો આભાર માનવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થતું હોય અને લૂંટના લાયસન્સ ભાજપની સરકારે અમુક ખાનગી હોસ્પિટલોને આપી દીધા છે. બીજી બાજુ એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ તેમજ રાજ્યની અંદર જિલ્લાની અનેક હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યા હોય તેવા સંજોગોમાં મહેસાણામાં નસબંધી કાંડ ગુજરાત માટે ચિંતાનો વિષય છે.

શું નસબંધીનો ટાર્ગેટ અપાયો હતો?

કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે,ખ્યાતિકાંડની સહી સુકાઇ નથી, કોરોના કાળમાં મોત નજીકથી જોયા તેમ ખ્યાતિકાંડ પછી બીજુ કૌભાંડ ભાજપના નેજા હેઠળ કેવું ચાલે છે તેનું તાજું ઉદાહરણ જોવા મળ્યું છે. આરોગ્ય મંત્રી એમ કહે કે અમે નસબંધીના ઓપરેશનનો કોઇ લક્ષ્યાંક નથી આપ્યો અને જિલ્લાના આરોગ્ય અધિકારી પત્ર લખીને એમ કહે કે લક્ષ્યાંક અંગે માસિક કામગીરી કરવાની હોય છે જેના અનુસંધાને તાલુકા કક્ષાની સુચના અનુસાર તમારી કામગીરી નથી અને દિવસ 3માં તમામ વિગતો સાથે અહેવાલ ખુલાસા સાથે મોકલવાની સુચના આપવામાં આવે છે.

આ પણ વાંચો: મહેસાણા નસબંધી કાંડમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉભો કર્યો વિવાદ, કોંગ્રેસે રાજીનામું માંગ્યું

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આરોગ્ય મંત્રીને સવાલ કરતા કહ્યું કે, તમારા વિભાગમાં આરોગ્ય અધિકારી લક્ષ્યાંક આપે છે. ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવો કોઇ લક્ષ્યાંક નથી તો તમે લિપાપોતી કેમ કરો છો. રાજ્યની અંદર જે ગંભીરતાથી માનવ જીંદગીની સારવાર માટે થવું જોઇએ તે કામગીરી થતી નથી. બીજી બાજુ નિર્દોષ નાગરિકો જુદા જુદા લક્ષ્યાંકના આધારે ભોગ બની રહ્યાં છે.


Related Posts

Load more