ઈન હેન્ડ સેલરીમાં થશે ઘટાડો :- તમારું પીએફ અને ગ્રેજ્યુઈટી હંમેશા બેસિક સેલરી પર ગણવામાં આવતી હતી. જ્યારે તમારી બેસિક સેલરી વધશે, તો પીએફ તરીકે કપાતી રકમમાં પણ વધારો થશે. જો તમારી સેલરી 50 હજાર રૂપિયા છે અને ત્યારે બેસિક સેલરી 15,000 રૂપિયા હતી, તો પીએફ ઓછું કપાતું હતું. હવે નવા નિયમો હેઠળ બેસિક સેલરી કુલ CTCના 50 ટકા એટલે કે 25,000 રૂપિયા થઇ જશે. જેના કારણે પીએફ કપાત વધશે અને તમારી ઈન હેન્ડ સેલરીમાં ઘટાડો થશે. જેથી કંપનીનું પીએફ કન્ટ્રીબ્યુશન પણ વધી જશે, પરિણામે રિટાયરમેન્ટના અસમયે તમને મોટું ફંડ મળશે.