Colon Cancer in Female Symptoms: કેન્સરને લઈને આજે પણ લોકો ઓછા જાગૃત છે એવું કહી શકાય કારણ કે ઘણા લોકો કેન્સરની શરુઆતના લક્ષણોને સામાન્ય બીમારીઓ ગણીને લાંબા સમય સુધી ઈગ્નોર કરે છે જેના કારણે કેન્સર શરીરમાં ફેલાય જાય છે. કોલન કેન્સરમાં પણ આવું જ થાય છે. આંતરડાનું કેન્સરને રોકવામાં મદદ મળી શકે છે જો શરુઆતમાં જ તેના લક્ષણોને ઓળખીને સારવાર શરુ કરી દેવામાં આવે.
છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સરના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. કેન્સરના લક્ષણોને ઈગ્નોર કરવાની વાતમાં મહિલાઓ સૌથી આગળ હોય છે. મહિલાઓ પોતાને થતી નાની-મોટી સમસ્યાને ત્યાં સુધી ઈગ્નોર કરે છે જ્યાં સુધી થઈ શકતું હોય. પરંતુ કેન્સરની વાતમાં આવી બેદરકારી ભારે પડી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ મહિલાઓએ શરીરમાં દેખાતા કયા લક્ષણોને ઈગ્નોર કરવા નહીં.