Cockroach Janta Party – કોણે બનાવી છે કોકરોચ જનતા પાર્ટી પાર્ટીને સો.મીડિયામાં એક કરોડથી વધુ ફોલોઅર્સ થઇ ગયા

By: Nation Gujarat Team
21 May, 2026

સોશિયલ મીડિયામાં હાલમાં કોકરોચ જનતા પાર્ટી ને લઇ ભારે ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા એપ્લીકેશન ઇનસ્ટાગ્રામ પર ટુંક સમયમાં 10 મીલીયન થી વધુ ફોલોઅર્સ થઇ જતા લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં નવી પાર્ટીએ સૌનું ધ્યાન ખેચ્યુ છે.

કેવી રીતે બનીકોકરોચ પાર્ટીના પાર્ટી (Cockroach Janta Party )

આ પક્ષ અસ્તિત્વમાં આવવા પાછળનું મુખ્ય કારણ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની એક ટિપ્પણી છે. જે કે તેમણે કરેલ ટીપ્પણી પછી સ્પષ્ટતા કરી હતી કે માધ્યમો દ્વારા તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કોઇ સત્તાવાર રાજકીય પક્ષ નથી અને ભારતની ચૂંટણી પંચમાં કોકરોટ જનતા પાર્ટીની નોંધણી થઇ નથી. આ ડિજિટલ અભિયાન પાઠળ કોનું મગજ કામ કરી રહ્યુ છે અને આ એકાઉન્ટનો વાસ્તવીક હેતુ શું છે તેના પર આજે નજર કરીએ.

કોણ છે કોકરોચ પાર્ટીના (Cockroach Janta Party ) સ્થાપક

કોકરોચ જનતા પાર્ટીની (Cockroach Janta Party)  શરૂઆત પૂણેના રહેવાસી અભિજીત દિપક દ્વારા ઓનલાઇ માધ્યમથી કરવામાં આવી છે. તેણે પૂણેથી જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશ કર્યુ હતું. ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. વર્ષ 2020 થી 2023 થી તેઓ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. પાર્ટીમાં તેમણે સોશિયલ મીડિયા અને ચૂંટણી પ્રચારની કામગીરી સંભાળી હતી. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી સમયે આપના મીમ આધારીત ડિજિટલ પ્રચારમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે તેમ કહી શકાય. આ પ્રાચાર બાદ તેઓ સક્રિય રાજકારણથી દુર થઇ વિદેશ જતા રહ્યા. અભીજીતે સમજાવ્યું કે, એક અઠવાડીયા પહેલા હું નોકરી માટે અરજી કરી રહ્યો હતો અને પછી આ બધુ થયું. કદાચ ભાગ્યમાં મારા માટે કંઇક અલગ જ લખાયું હશે. ભારતના મુખ્ય ન્યાયાધીશે મારા જેવા યુવાનો માટે કોકરોચ શબ્દ વાપરયો છે.

પાર્ટીની(Cockroach Janta Party) ઓનાલઇન પોસ્ટમાં મજાકમાં કહેવામાં આવ્યું છે કે, સભ્ય બનવા માટે વ્યક્તિએ બેરોજગાર, હમેંશા સોશિયલ મીડિયામાં ઓનલાઇન, આળસુ હોવો જોઇએ. કોકરોચ જનતા પાર્ટીના યુવાનો બેરોજગારી , પેપર લીક વિવાદ, પારદર્શીતા,  અને રાજકીય પ્રતિનિધી જેવા મુદ્દાઓને ઉઠાવ્યા છે. ટુંક સમયમાં જ એક જનરલ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરશે જેમાં યુવાનો નિતિઓ અને શાસન અંગે ચર્ચા કરશે.

કોકરોચ જનતા પાર્ટીના(Cockroach Janta Party) ઓનલાઇ પ્રકાશિત થયેલા મેનિફેસ્ટોમાં નિવૃતિ પછી મુખ્ય ન્યાયાધીશ માટે તમામ રાજકીય પદો પર પ્રતિબંધ ,  મહિલાઓ માટે 50 ટકા અનામત, મીડિયાની સ્વતંત્રા, પાર્ટી બદલુ નેતાઓ પર 20 વર્ષનો પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં શું છે લોકોનું મંતવ્ય

પાર્ટીને લઇ સોશિયલ મીડિયામાં યુઝર્સ બે ભાગમાં વહેચાયેલા છે. એક પક્ષ(Cockroach Janta Party) કહી રહ્યો છે કે આ માત્ર સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવા માટેનું મીમ પોલીટીક્સ છે આનાથી વાસ્તવીક કોઇ મોટો બદલાવ નહી આવે. તો બીજી તરફ લોકો કહી રહ્યા છે કે આ એક સારો પ્રયાસ છે. લાંબા સમય પછી કોઇ પ્લેટફોર્મ પર યુવાનોની ભાષા તેમના પ્રશ્નો, સમસ્યાઓને મજબૂત રીતે રજૂ કરવામાં આવશે.


Related Posts

Load more