Gandhinagar: દિયોદરથી નીકળેલ ખેડૂત ન્યાયયાત્રાને આજે ગોઝારીયા રોકવામાં આવી હતી. અમરાભાઇ ચૌધરી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર રજૂઆત કરવા રવાના થયા હતા. હવે માહિતી સામે આવી રહી છે કે, દીયોદરમાં ખેડૂત આંદોલનના મામલે ખેડૂત આગેવાનોને ગાંધીનગરનુ તેડું આવ્યું છે. 15 જેટલા ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઇ જવામાં આવી રહ્યા છે. પોલીસ મધ્યસ્થી બની તમામ ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ જઈ રહી છે. રેલીને ગોઝારીયા ખાતે રોકી દેવામાં આવી છે.તો આ અંગે અમરાભાઈએ કહ્યું કે, સરકાર માગ નહીં સંતોષે તો ઉગ્ર આંદોલન કરીશુ. એક જ માગ, ધારાસભ્ય કેશાજીને સસ્પેન્ડ કરવામાં આવે. અમરાભાઈએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીએ મળવા બોલાવ્યા છે. અમરાભાઈની એક જ માંગ છે કેશાજીને સસ્પેન્ડ કરવામાં આવે. 15 જેટલા ખેડૂત આગેવાનોને ગાંધીનગર લઈ જવાયા છે. થપ્પડકાંડની ગૂંજ ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસના પ્રયાસ શરૂ થયા છે.
Mehsana: બનાસકાંઠાના દિયોદરથી નીકળેલી ખેડૂતોની ન્યાય યાત્રાને મહેસાણાના ગોઝારીયા પાસે પોલીસ દ્ધારા રોકી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ગોઝારીયા ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ખેડૂતોને આગળ ન વધવા માટેનો આદેશ આપવામા આવ્યો હતો. આવતીકાલે ખેડૂત નેતા રાકેશ ટિકૈત ન્યાય યાત્રામાં જોડાય તેવી હતી શક્યતા છે.