ગઈકાલ સુધી જે ચોકલેટની નાનકડી કેબિન ચલાવતા, તે હવે આખા શહેરનો વહીવટ સંભાળશે, આ છે વડોદરાના મેયર!

By: Nation Gujarat Team
29 May, 2026

ગીતાબેન બે વર્ષ પહેલા જ ભાજપમાં સક્રિય કાર્યકર બન્યા હતા

ગીતાબેન મકવાણા અકોટા વિધાનસભામાં આવતા વોર્ડ 13માંથી કોર્પોરેટર બન્યા છે. તેવો એકદમ સામાન્ય પરિવારમાંથી આવે છે. બી.કોમ અને LLB નો અભ્યાસ કરનાર ગીતાબેન બે વર્ષ પહેલા જ ભાજપમાં સક્રિય કાર્યકર બન્યા. તેવો તેમના ઘરની બહાર ચોકલેટની કેબિન ચલાવે છે. તેમના પતિ ઉમેદભાઈ મકવાણા 30 વર્ષથી ભાજપ કાર્યકર છે. ત્યારે ભાજપે તેમને મોટી જવાબદારી આપી છે.

ચોકલેટની કેબિન ચર્ચામાં આવી

ગીતાબેન મકવાણાની સાદગી અને તેમની ચોકલેટની કેબિન ચર્ચામાં આવી છે. ગીતા મકવાણાની સાદગી સૌ કોઈને પ્રેરે તેવી છે. તેમજ તેમનું જીવન અન્ય લોકો માટે પ્રેરણાદાયી બન્યું છે. પોતાના ઘરની બહાર એક નાનકડી ચોકલેટ કેબિન ચલાવતી મહિલા કેવી રીતે આજે એક મહાનગરપાલિકાની મેયર બન્યા તેના સૌ કોઈ વખાણ કરી રહ્યાં છે.

તમામ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ – ગીતા મકવાણા

ગઈકાલ સુધી જે ચોકલેટની નાનકડી કેબિન ચલાવતા હતા, તે હવે આખા શહેરનો વહીવટ સંભાળશે. વડોદરાના મેયર બન્યાની જાહેરાત બાદ ગીતાબેને કહ્યું કે, ભાજપનો ખૂબ ખૂબ આભાર માનું છું. વડોદરાના વિકાસ અને જનકલ્યાણ માટે મારાથી બનતા તમામ પ્રયાસો કરીશ. મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે, જવાબદારી અને નિષ્ઠાપૂર્વક પૂરી કરીશ.

મહિલા સશક્તિકરણનો પરચો

પ્રદેશ ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં ત્રણ દિગ્ગજ નેતાઓના નામોની લડાઈમાં મહિલાને મેયર બનાવી મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશો આપ્યો છે.


Related Posts

Load more