CHHASWALA ના મિલ્ક શેકમાંથી નિકળ્યો મરેલો વંદો, કયા બની ઘટના જાણો

By: Nation Gujarat Team
25 May, 2026

CHHASWALA  ના ઉટલેટ ઠેર ઠેર તમને જોવા મળશે બ્રાન્ડિંગ કરવાથી લોકોને એમ થાય છે તે આ નામની પ્રોડકટ સારી હશે પણ તેમ હોતુ નથી. છાશ વાલના આઉટલેટ પણ શહેરમાં ઠેર ઠેર છે. લોકો મોંઘા ભાવે વસ્તુ ખરીદે છે પણ એક વખતે આઉટલેટ વધુ ખુલ્લે પછી ગુણવતામાં કોઇ  ધ્યાન નથી આપવામાં નથી આવતું આ અમે નથી કહેતા પણ જે ઘટના બની છે કે ખુદ આ વાતની ચાળી ખાય છે. અમદાવાદના હાઇફાઇ વિસ્તારમાં ગણાતા આઇઆઇએમ રોડમાં છાશ વાલાની આઉટલેટ છે તે દુકાનમાંથી ગ્રાહકને ખૂબ જ ખરાબ અનુભવ થયો છે. ગ્રાહકે પ્રિમિયમ અંજીર મિલ્કશેક ની ખરીદી કરી તે પિતા તેમાંથી વંદો નિકળ્યો હતો.

શેક પિતા દેખાયો વંદો

મળતી માહિતી પ્રમાણે ગ્રાહકે આઇઆઇએમ રોડ સ્થિત આવેલ છાશવાલેની દુકાનમાંથી અંજીર શેક ખરિદ્યો હતો. ગ્રાહકે જ્યારે આ શેક પિધો ત્યારે તેને અંદર કઇક અજીબ વસ્તુ દેખાતા તેને ચમચી વડે બહાર કાઠી તો તે જોતા ખ્યાલ આવ્યો કે આ તો મરેલો વંદો છે. બ્રાન્ડેડ કંપનીમાં આ રીતે બેદરકારી દાખવામાં આવતા ગ્રાહક ગુસ્સે થયો હતો. દુકાનદારને ગ્રાહકે રદજૂઆત કરી પરંતુ દુકાનદારે ઉડાવ જવાબ આપ્યો હતો અને ગ્રાહકે ઘટનાનો વિડિયો બનાવ્યો હતો. ગ્રાહકે આ વિડિયો સો.મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વિડિયો વાયરલ થતા હવે  હેલ્થ વિભાગ જાગ્યુ છે. જો કે હેલ્થ વિભાગે આજ સુધી બેદરાકરી દાખવતા એકમો સામે કોઇ કડક કાર્યવાહી કરી નથી.


Related Posts

Load more