Chandra Grahan 2025: 7 સપ્ટેમ્બરે ચંદ્ર ગ્રહણ, જાણો ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ શું કરવું અને કયા કામ કરવાથી બચવું ?

By: nationgujarat
04 Sep, 2025

Chandra Grahan 2025: વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ રાત્રે 9.58 મિનિટથી મોડી રાત્રે 1.26 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે તેથી તેનો સુતક કાળ પણ માન્ય ગણાશે. ચંદ્ર ગ્રહણનો સુતક કાળ બપોરે 12.19 થી શરુ થઈ જશે. ધાર્મિક દ્રષ્ટિએ ચંદ્ર ગ્રહણ અશુભ ગણાય છે. વૈદિક જ્યોતિષ અનુસાર ચંદ્ર ગ્રહણ દરમિયાન બ્રહ્રાંડમાં નકારાત્મક તરંગ સક્રિય થઈ જાય છે. આ સમય દરમિયાન ખાસ તો ગર્ભવતી મહિલાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. જેનાથી માં અને ગર્ભના શિશુ બંને સુરક્ષિત રહે.

ચંદ્ર ગ્રહણમાં ગર્ભવતી મહિલાઓ શું કરે ?

– ચંદ્ર ગ્રહણ સમયે ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી બહાર નીકળવું નહીં. કારણ કે ગ્રહણની હાનિકારક કિરણ ગર્ભને નુકસાન કરી શકે છે. – ગર્ભવતી મહિલાઓએ ગ્રહ શરુ થાય તે પહેલા ઘરના બારી-દરવાજા બંધ કરી ઢાંકી દેવા જોઈએ.
– ગ્રહણ કાળ દરમિયાન ગર્ભવતી મહિલા ધ્યાન અને મંત્ર જાપ કરી શકે છે. તેનાથી ગ્રહણનો ખરાબ પ્રભાવ પડતો નથી.
– ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરી લેવું જોઈએ.

ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાએ શું ન કરવું ?

– ચંદ્ર ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ધારદાર વસ્તુઓ જેમકે બ્લેડ, કાતર, ચાકુનો ઉપયોગ કરવો નહીં.
– આ સમય દરમિયાન ધાતુના આભુષૂણ જેમકે બંગડી, પિન, સેફ્ટી પિન વગેરે પણ ધારણ કરવા નહીં.
– ચંદ્ર ગ્રહણ દરમિયાન સુવાનું પણ ટાળવું. આરામ કરી શકો છો પરંતુ ઊંઘ કરવી નહીં.

સામાન્ય રીતે ગ્રહણ દરમિયાન કંઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની મનાઈ હોય છે પરંતુ ગર્ભવતી મહિલાઓ  સ્વાસ્થ્ય સંબંધિત કારણોને ધ્યાનમાં રાખી ફળ, સાત્વિક આહાર અને જરૂરી દવાઓ લઈ શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more