સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર અને પાલડી અમદાવાદ ખાતે તા. ૧૪ જાન્યુઆરીના રોજ સવારે ૫ – ૪૫ થી ૭ – ૦૦ સુધી કુમકુમ મંદિર મણિનગર ખાતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન – અને મકરસંક્રાંતિ ઉપર મહિમાગાન સભા યોજાશે. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી પ્રવચન આપશે. ત્યારબાદ કુમકુમ મંદિર પાલડી ખાતે સવારે ૭ – ૩૦ થી ૮ – ૩૦ ધૂન અને મકરસંક્રાંતિ ઉપર શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી મહિમાગાન કરશે. ભગવાનને પતંગ – દોરીના વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવશે.
ઉત્તરાયણ – મકરસંક્રાંતિ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તારીખ પ્રમાણે જ કાયમી આવતો ઉત્સવ એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ એવો તહેવાર છે કે, જે દર વર્ષ ૧૪ જાન્યુઆરીએ જ આવે છે. જેને દરેક બાળકો યુવાનો અને વડીલો ઉમંગ – ઉત્સાહથી ઉજવે છે.
પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે માટે આ ઉત્સવને ‘મકરસંક્રાંતિ’ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમાની દિશા બદલે છે. તે ઉત્તરની તરફ ઢળતો જાય છે માટે લોકો આ સમયને ‘ઉત્તરાયણ’ કહે છે.
મકરસંક્રાંતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં
આવે છે.
મકરસંક્રાંતિ – ઉત્તરાયણના દિવસે સૌ પંતગ ચગાવે છે. આ દોરી અને પતંગ પણ આપણને જીવન જીવવાનો સંદેશો આપે છે.
મકરસંક્રાંતિના દિવસે તલના દાનનો પણ અનોખો મહિમા છે. ખાસ કરીને તલના લાડવામાં પૈસો મૂકી ગુપ્તદાન કરવામાં
આવે છે. સાથે સાથે અનાજ,વસ્ત્ર, ઉનનાં વસ્ત્રો, શેરડી, વિવધ ફળનું દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયોને ઘાસ ખવડાવવાનો પણ મહિમા છે. મકરસંક્રાંતિના પર્વમાં ગાયને દિવસે એક ગણું દાનને હજારગણું ફળ એમ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોને ઝોળીનું દાન આપવાનું સવિશષે મહત્વ છે.
આપણે ઉત્તરાયણના દિવસે પતંગ અવશ્ય ચગાવવા જોઈએ, પરંતુ કોઈ પક્ષીઓને ઈજા ના થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
– ચકલીઓ કરે છે એક પુકાર, મને બચાઓ, મારો ના કરો સંહાર
– કૃપા કરીને ધ્યાન રાખો, આપની મજા, પક્ષીઓની સજા ના બને.
– પક્ષીઓ કરે છે પુકાર, અમારો ના કરો સંહાર.
– દોરી થી દોરી કાપો, કોઈની જીવાદોરી નહી.
– આપણી મજા કોઈની, સજા ન બનવી જોઈએ.