શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શા. હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 03 માર્ચ 2026ના રોજ એટલે કે, પૂર્ણિમાના દિવસે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો જેમાં ગુલાબી, લાલ, પીળો, નારંગી દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, આ મહોત્સવ માટે ખાસ ઓર્ગેનિક કલર તૈયાર કરાવવામાં આવ્યો હતો, જે સ્પેશિયલ ઓર્ડર આપીને છોટાઉદેપુરથી બનાવડાવવામાં આવ્યો હતો. આ વખતે મુખ્યત્વે ચાર રંગો – પિંક, રેડ, યલો અને ઓરેન્જમાં જ કલર હતા. આ ઉપરાંત, ઉત્સવમાં 1000 કિલો મિક્સ ફૂલો જેમાં હજારી અને ગુલાબ દ્વારા ભક્તો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.