વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવમ વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન હાથ ઘરાયું. – અહેવાલ – હાર્દીક પંચોલી
સદીઓની કષ્ટદાયક પ્રતિક્ષાનો અંત આવ્યો. પ્રભુ શ્રી રામલલ્લા પોતાના જન્મસ્થાન પર પુનઃ પ્રતિષ્ઠિત થયા. આ અવસર છે – અનેરા આનંદનો, ગૌરવાન્વિત થવાનો. – ભારતીય અસ્મિતાના પુનઃ જાગરણનો. શ્રીરામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના હુતાત્મા સંતો, ભક્તો,કારસેવકોના સાદર ૠણ સ્વીકારનો પણ છે. આ અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એવમ અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે ‘કારસેવકોના અભિવાદન સમારોહ’નું આયોજન સંતો – મહંતો તેમજ સામાજીક અને રાજકીય મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે, જેમાં ૩૦ ઓક્ટોબર ૧૯૯૦ તથા ૬ ડિસેમ્બર ૧૯૯૨ માં અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા 1500થી વધુ કારસેવકોનું તા. ૧૦-૦૨-૨૦૨૪, શનિવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે આસ્થા ,એકતા અને ઊર્જાનું ધામ સમા વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ ખાતે કાર સેવક અભિવાદન સમારોહનું આયોજન કરાશે.
આ સમારોહ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે સન 1984 માં શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમિતિની રચના થઈ. અને 1985 રામજાનકી રથયાત્રાનું (જનજાગરણ) આયોજન અને ત્યારબાદ તા. 09-11-1989 માં સતત 40 દિવસ સુધી કારસેવકોની સતત મહેનતથી રામશીલાનું – ગામે ગામ અભિયાન ચલાવવામાં આવેલ. 500 વર્ષની સંઘર્ષ બાદ પ્રભુશ્રી રામ લલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થયા છે. આ પ્રભુશ્રી રામ લલ્લાને બિરાજમાન કરવાની ક્ષણના આપણે સાક્ષી બન્યા છીએ એ આપણું સૌભાગ્ય છે. સનાતન ધર્મની મહતાને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા કારસેવકોની મહેનત સાથે સમગ્ર હિન્દુ સમાજની લાગણી જોડાયેલ છે.રામ જન્મભૂમિ આંદોલનમાં જે તે સમયે ભાગ લેનાર કાર સેવકોના બલિદાન એવમ તેમની લડતના કારણે આપણે પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી શક્યા છીએ.
આ અંગે વધુમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પુ. પૂ સપ્તમ્ કુવેરાચાર્ય જગદ્ગુરૂ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજ એ જણાવેલ છે કે શ્રીરામ જન્મભૂમિ આંદોલનનો હું પણ કારસેવક હતો. અને આજે મને ખુશી છે કે પ્રભુશ્રી રામ નિજ મંદિરમાં બિરાજમાન થયા તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ક્ષણનો સાક્ષી બન્યો છું. તે મારે માટે ગૌરવની વાત છે. અને આવતીકાલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ એવમ અખિલ ભારતીય સંત સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ‘કારસેવક અભિવાદનના અધ્યક્ષશ્રીના સ્થાને પણ હું છું માટે વિશ્વ ઉમિયાધામના પ્રમુખશ્રી આર. પી. પટેલ તેમજ તેમની ટીમ દ્વારા કારસેવક અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન કરાયેલ છે તે માટે હું તમામનો આભારી છું.પરંતુ રામ મંદિરના નિર્માણથી લઈને નિયત સમયમાં પ્રભુશ્રી રામલલા ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન વૈદિક ધર્મના વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રચંડ ઈચ્છા શક્તિ અને અટલ નિર્ણય શક્તિ એ મહત્વનો ભાગ ભજવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 11 દિવસનું તપ કરીને એક સંત તરીકેની ની ભૂમિકામાં રહીને જે કાર્ય કર્યું છે તે દેશ માટે ગૌરવની વાત છે