Canada’s Student Visa : સ્ટુડન્ટ વિઝા સ્ટ્રીમ બંધ થતાં ગુજરાતની 50%થી વધુ અરજીઓ ઘટી જશે : નિષ્ણાતોનો મત

By: nationgujarat
11 Nov, 2024

Canada’s Student Visa : ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય છે પરંતુ સૌથી વધુ કેનેડામાં વિદ્યાર્થીઓ જાય છે ત્યારે કેનેડાની સરકારે તાજેતરમાં સ્ટુડન્ટ વિઝા માટેની સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ બંધ કરી દેતા ગુજરાતના વિદ્યાર્થીઓને સૌથી મોટું નુકશાન થઈ શકે છે. કારણ કે પહેલેથી જ મંદી-વધુ ખર્ચ સહિતના વિવિધ કારણોને લઈને કેનેડા જતા વિદ્યાર્થીઓની અરજીઓમાં આ વર્ષે 40થી50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ત્યારે હવે આ સ્ટુડન્ટ ડિરેકટ સ્ટ્રીમ પણ બંધ થતા હવે ગુજરાતમાંથી કેનેડા સ્ટુડન્ટ વિઝા પર જતા વિદ્યાર્થીઓની અરજીઓમાં 50 ટકાથી વધુનો ઘટાડો આવી શકે છે. જો કે સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટસનું માનવું છે કે અગાઉ આ સ્કીમમાં વિદ્યાર્થીઓને જીઆઈસી પેટે જે 20 હજાર ડોલરથી વધુની રકમ ગેરંટી તરીકે આપવી પડતી હતે તે હવે રેગ્યુલર સ્ટ્રીમ હેઠળ નહીં આપવી પડે.

સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટસનું કહેવુ છે કે કેનેડા સરકાર દ્વારા 2018માં શરૂ કરાયેલી સ્ટુડન્ટ ડિરેક્ટર સ્ટ્રીમ હેઠળ ગુજરાતમાંથી મોટા ભાગની વિઝા અરજીઓ થતી હતી અને આ સ્ટ્રીમ હેઠળ સ્ટુડન્ટ વિઝા સક્સેસ રેશિયો 90 ટકાથી વધુનો છે. જ્યારે રેગ્યુલર સ્ટ્રીમ હેઠળ વિઝાનો સક્સેસ રેશિયો 50 ટકાથી ઓછો છે. ગુજરાતમાંથી 2008 પછી ફાસ્ટ ટ્રેકમાં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાનું ચલણ ખૂબ જ વધુ છે અને તેમાં પણ 2017-18 પછી રેકોર્ડબ્રેક અરજીઓ થઈ હતી. જો કે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જો કે કેનેડાની સરકારે હવે સ્ટુડન્ટ ડિરેક્ટ સ્ટ્રીમ વિઝા બંધ કરી દી છે ત્યારે વિદ્યાર્થીઓ રેગ્યુલર વિઝા સ્ટ્રીમ હેઠળ અરજી કરી શકશે સ્ટુડન્ટ વિઝા એક્સપર્ટસનું માનવુ છે કે આ વિદ્યાર્થીઓને જીઆઈસી ( ગેરેન્ટેડે ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) હેઠળ આપવી પડતી રકમનો ફાયદો થઈ શકશે. હાલ વિદ્યાર્થીઓને 20635 ડોલર એટલે કે 12 લાખ રૂપિયાથી વધુની રકમ જીઆઈસી હેઠળ આપવી પડે છે. આ ઉપરાંત જે તે યુનિ-કોલેજની ટ્યુશન ફી અને રહેવા ખાવા પિવાનો ખર્ચ પણ અલગ હોય છે.

ઉપરાંત કેનેડા સરકારે એક વર્ષમાં જીઆઈસીની રકમ પણ વધારી હતી જેથી વિદ્યાર્થીઓનો ખર્ચ ખૂબ જ વધી જતો હતો.આમ વધુ ખર્ચ અને કેનેડામાં નોકરીમાં અછત-મંદી સહિતના કારણોને લીધે ગુજરાતમાંથી થતી અરજીઓમાં મોટો ઘટાડો નોંધાયો હતો. પરંતુ હવે સ્ટુડન્ટ ડિરેક્ટ સ્ટ્રીમ બંધ થતા 50 ટકાથી વધુ અરજીઓ ઘટી શકે છે. એક્પર્ટસનું એવું પણ માનવું છે કે કેનેડા સરકાર ત્યા હવે રેગ્યુલસ્ટ્ર હેઠળ ભારત માટે કેટલી અરજીઓની લિમિટ-વિઝા ટાર્ગેટ નક્કી કરે છે અને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે કેટલી કેપ લિમિટ નક્કી કરે છે તેના પર હવે બધુ નિર્ભર છે.

કેનેડામાં બે સરકારી કેમ્પસ બંધ :એક સંસ્થા નુકશાનમાં

ગુજરાત સહિત ભારતમાંથી મોટી સંખ્યામાં કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ જાય છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સ્ટુડન્ટ વિઝા પર જનારા વિદ્યાર્થીઓમાં મોટો ઘટાડો નોંધાયો છે, અને કેનેડામાં બે સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ તેના કેમ્પસ પણ વિદ્યાર્થીઓ ન મળવાને લીધે બંધ કરી દીધા છે તેમજ એક સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ કરોડો રૂપિયાનું નુકસાન થયુ હોવાનું દર્શાવ્યુ છે. ઉપરાંત ઘણી યુનિ.-કોલેજોમાં ગત વર્ષ કરતા ઓછા વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે.


Related Posts

Load more