પેટા ચૂંટણીમા ભાજપ તમામ બેઠકો જીતશે ,કોંગ્રેસના આયાતી ધારાસભ્ય હવે બનશે મંત્રી?

By: nationgujarat
04 Jun, 2024

લોકસભા અને ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનુ પરિણામ આજે જાહેર થઇ રહ્યુ છે જેમા પેટા ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટી તમામ પાંચેય બેઠકો પર આગળ છે અને જીત પાકી સમજો. પેટા ચૂંટણીમા ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટીકિટ આપી હતી જે તમામ ઉમેદવારો જીતી રહ્યા છે તેથી હવે ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમા તેમને મંત્રી પદ આપશે તે સુત્ર દ્વારા પાકુ જણાવાઇ રહ્યુ છે. સીજે ચાવડા અને અર્જૂન મોઢવાડીયા  આગળ છે તેમજ એમ મનાઇ રહ્યુ હતુ તે માણાવદરની બેઠક ભાજપ હારશે પરંતુ લાડાણી 9705 મતોથી આગળ છે તેથી તેમની જીત પણ પાકી સમજો. વાઘોડીયામા પણ ભાજપ 20842 મતોથી આગળ છે ત્યા પણ જીત નક્કી છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ગેનીબેન જીતશે તેવી આશા હતી પણ રેખાબેન બાજી મારી જાય તેમ પાકો વરતારો આવી રહ્યો છે ત્યારે અમદાવાદની બે બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. ગુજરાતમાથી અમિત શાહ જ એક માત્ર જંગી લીડ તરફ આગળ જઇ રહ્યા છે ત્યાર પછી ભાજપના ગુજરાત પ્રમુખ પાટીલ પણ બીજા નંબરે લીડમા છે. કોંગ્રેસ પાટણથી લડત આપી રહ્યુ છે બાકી કોઇ બેઠક પર કોંગ્રેસ દેખાતુ નથી. બંગાળથી ક્રિકેટર પઠાણ આગળ ચાલી રહ્યો છે તો હૈદરાબાદથી ઓવીસી આગળ ચાલી રહ્યો છે.


Related Posts

Load more