સૂર્યનું રાશિ પરિવર્તન ઓક્ટોબર મહિનામાં તુલા રાશિમાં થશે. ઓક્ટોબર મહિનામાં આ રાશિમાં બુધ પણ પ્રવેશ કરશે. જેના કારણે તુલા રાશિમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. જણાવી દઈએ કે બુધ ગ્રહ બુદ્ધિ, તર્ક, જ્ઞાન, ગણિત, વેપાર સંવાદ અને વાણીનો કારક ગ્રહ હોય છે. જ્યારે સૂર્ય સન્માન, આત્મવિશ્વાસનો કારક ગ્રહ ગણાય છે. ઓક્ટોબર મહિનામાં 17 તારીખે સૂર્ય રાશિ બદલીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં આ સમયે બુધ પહેલાથી જ હશે. કારણ કે તુલા રાશિમાં બુધ ગ્રહ 3 ઓક્ટોબરે પ્રવેશ કરી જશે. તુલા રાશિમાં બુધ અને સૂર્યનો પ્રવેશ બુધાદિત્ય રાજયોગ બનાવશે. આ રાજયોગ બનવાની સાથે જ કેટલીક રાશિના લોકોના જીવનમાં ધન, સુખ-સમૃદ્ધિ વધવા લાગશે. આ રાશિના લોકોને લાભ મળવાના પણ યોગ છે. જ્યારે કેટલીક રાશિઓને મિશ્રિત પરિણામ મળશે. સૂર્ય અને બુધના બુદ્ધાદિત્ય રાજયોગથી મિથુન રાશિના લોકોને શુભ ફળ મળશે. ધન મળવાના યોગ છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. જે લોકો વાણી સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને લાભના યોગ બની રહ્યા છે. અચાનક કોઈ ડીલ થઈ શકે છે.
તુલા રાશિના લોકો માટે પણ બુદ્ધાદિત્ય રાજયોગ લાભકારી રહેશે. આ સમય દરમિયાન સામાજિક કાર્ય કરવાથી સન્માન વધશે. શૈક્ષણિક કાર્યોમાં પણ લાભના યોગ બની રહ્યા છે. વાણી પર કંટ્રોલ રાખવો જરૂરી છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. લવ લાઇફમાં સમસ્યા હશે તો તેનાથી રાહત મળશે
મકર રાશિના લોકો માટે પણ બુધ અને સૂર્યની યુતી લાભકારી રહેવાની છે. આ સમય દરમિયાન નોકરી અને બિઝનેસમાં લાભની તકો મળી શકે છે. સંપત્તિથી લાભના યોગ બની રહ્યા છે. નોકરી કરતા લોકોને કરિયરમાં નવી જવાબદારી મળવાના યોગ બની રહ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. NATIONGUJARAT.COM તેની પુષ્ટિ કરતું નથી.)