BREAKING: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ

By: Nation Gujarat Team
03 Apr, 2026

દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે(3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી છે.

ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારો ધ્રૂજી ઉઠ્યા હતા અને એક પછી એક બે આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આવી જ સ્થિતિ દિલ્હી-NCRમાં પણ જોવા મળી હતી, જ્યાં નોઈડામાં ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ આંચકા અનુભવાતા જ તાત્કાલિક બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા. આ સાથે જ રહેણાંક વિસ્તારોમાં પણ લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા. જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી રાજધાની સહિત અન્ય કોઈ પણ જગ્યાએથી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી.

કયા વિસ્તારોમાં અસર જોવા મળી?

• દિલ્હી-NCR: દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં લાંબા સમય સુધી ધ્રુજારી અનુભવાઈ.

• જમ્મુ અને કાશ્મીર: સરહદી વિસ્તારો અને શ્રીનગરમાં આંચકાની તીવ્રતા વધુ હતી.

• પંજાબ: ચંદીગઢ સહિત અમૃતસર અને લુધિયાણામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા.

• પાકિસ્તાન અને અફઘાનિસ્તાન: પડોશી દેશોમાં પણ આ ભૂકંપની વ્યાપક અસર જોવા મળી છે.

અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના સમાચાર મળ્યા નથી. જોકે, વહીવટીતંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

ભૂકંપ સમયે શું કરવું?

• ગભરાવાને બદલે શાંત રહો.

• જો તમે ઈમારતની અંદર હોવ, તો મજબૂત ટેબલ નીચે આશરો લો.

• લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો અને સીડીઓથી નીચે ઉતરો.


Related Posts

Load more